[:gj]લોકસભા ચૂંટણીમાં ૨૬ બેઠકના મતદાન મથકો પર ઇવીએમ સાથે વીવીપેટ જોડાશે[:]

[:gj]રાજકીય પક્ષો દ્વારા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજયની કુલ ૨૬ લોકસભા બેઠકના ૫૧,૭૦૩ મતદાન મથકો ઉપર ઇવીએમ સાથે વીવીપેટ (વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રેઇલ) જોડીને મતદાન યોજાશે. મહત્તમ મતદારો સમાવી શકાય તે માટે પંચ દ્વારા નવા મતદારો ઉમેરવાનું અભિયાન પણ ચલાવાયું છે. ઇવીએમ સંદર્ભે કેટલાક રાજકીય અગ્રણીઓ અને પક્ષ દ્વારા અવારનવાર સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં ૨૬ બેઠકો માટે ૬૭ હજાર જેટલા નવા કંટ્રોલ યુનિટને વીવીપેટ-ઇવીએમ સાથે જોડવામાં આવશે જેના કારણે મતદારોએ કોને મત આપ્યો છે તે વધુ સુનિશ્વિત કરી શકાય. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યામુજબ લોકસભાની ચૂંટણી માટે સતત દિલ્હી ઇલેકશન કમિશન દ્વારા તૈયારી માટે સૂચનાઓ શરૂ થઇ જવા આવી છે. લગભગ એપ્રિલ-મે મહિનામાં ચૂંટણીઓ યોજાય તે
પૂર્વે અત્યારથી કેટલા કર્મચારીઓ-અધિકારીઓની ચૂંટણીના કામમાં ફરજ બજાવવાની જરૂર પડશે તેનો અંદાજ લગાવી દેવામાં આવ્યો છે અને તે માટેનું લીસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબના હુકમો પણ બહાર પાડીને એકશન પ્લાન અમલમાં મુજબ કામકાજ શરૂ કરી દેવાયું છે. ૪ જાન્યુઆરી-૨૦૧૯એ છેલ્લી મતદાર યાદી બહાર પાડવામાં આવશે.
કુલ ૮૦ હજારથી વધુ નવા બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. આગામી ચૂંટણી રાજકીય રીતે મહત્વની હોઇ પંચ કોઇ કચાશ છોડવા માગતું ન હોય તેમ નવા વર્ઝનના યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ૧૩ જિલ્લામાં મતદાન મથકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઇવીએમની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ૩૦ ઓકટોબર સુધીમાં પંચ ઇવીએમની લગતી મોટાભાગની કામગીરી પૂર્ણ કરી કરવા તૈયારી કરી રહી છે જેથી નવેમ્બર મહિનાથી નવા યુનિટનું પ્રથમ તબક્કાનું ચેકિંગ પણ શરૂ કરી દેવાય. તેમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખવામાં આવશે.[:]