[:gj]વડગામમાં વોટ્સએપ પર તલાક [:]

[:gj]

ટ્રિપલ તલાકના કાનૂન બાદ પણ વોટ્સ એપ પર તલાકનો મામલો સામે આવ્યો છે. વડગામ તાલુકાના પીરોજપુરા ગામની મહિલાને તેના પતિએ વોટ્સ એપ પર તલાક આપ્યા છે. ત્યારે પીડિત મહિલાએ હવે પોલીસ સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવી છે. નસીમબહેન નામની મહિલાના લગ્ન તેમના જ ગામના હુસેનભાઇ સાથે થયા હતાં. જેમના 22 વર્ષના દામ્પત્ય જીવનમાં 3 સંતાનો છે. લગ્ન બાદ પતિ સાથે તેઓ મુંબઇ સ્થાયી થયા હતા.
મહિલાનો આક્ષેપ છે કે પતિ તેની સાથે મારઝુડ કરતો હતો. અને તેને છોડી અન્ય સ્ત્રી સાથે આડા સબંધો રાખી ફોરેન જતો રહ્યો છે. ઉપરાંત તેની પાસે દસ લાખના દહેજની પણ માંગણીઓ કરવામાં આવી હતી. આ તરફ પીડિતાના વકીલએ પણ વોટ્સ એપ પરના તલાકને કાનૂન અને શર્રિયત પ્રમાણે વેલીડ ન હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ટ્રિપલ તલાક મામલે કાયદો પસાર કર્યો છે. અને હવે પાલનપુરનાં વડગામમાં ટ્રિપલ તલાકનો કેસ સામે આવ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ કેસમાં કેવાં પગલાં લેવામાં આવે છે.

[:]