[:gj]વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે [:]

[:gj]નરેન્દ્રભાઇ મોદી 23 ઓગસ્ટ 2018માં ગુજરાતની  એક દિવસીય મુલાકાતે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર આવે છે. નવી દિલ્હીથી સવારે ૧૦.૧૫ કલાકે  વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી ૧૦.૫૦ કલાકે વલસાડ પહોંચીને ૧૧.૦૦ કલાકે જૂજવા ગામ પહોંચશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતે અર્પણ કરશે.

સ્કીલ સર્ટિફિકેટ, નિમણુંકપત્રોનું વિતરણ, વલસાડના ધરમપુર કપરાડાના અંતરિયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૂ. ૫૮૬ કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાના ભૂમિપૂજન કરશે. જાહેર સભાને સંબોધન કરશે.
વલસાડથી બપોરે ૧૨.૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે. ૨.૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ. ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત  ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજના  ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ
અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કરીને જાહેર સભા સંબોધશે. જૂનાગઢમાં
રૂ. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન કરશે. સાંજે ૬.૦૦ કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવી આપશે. વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે.
સાંજે ૭.૩૦ વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે ૮.૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે ૯.૦૦ વાગ્યે અમદાવાદ હવાઈ મથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત જશે.[:]