[:gj]વઢિયાર પંથકમાં સતત વરસતા વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પડતા પર પાટું[:]

[:gj]સમી, તા.૦૨ 

વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. ચાલુ વર્ષે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે.

સમી તાલુકાના ખેડૂતો ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ એક જ ખેતરમાં ત્રણ ત્રણ વખત વાવણી તથા ખેડ કરી છે. તેમ છતાં ખેડૂતો એક પણ પાક લઈ શકે તેમ નથી. તેમાંય છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જતાં બચી ગયેલી આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે. વરસાદને કારણે ખેડૂતોના રહી ગયેલા બાજરી કપાસ, દિવેલા, કઠોળ સહિતના મોલ પણ નિષ્ફળ જવાના આરે આવીને ઉભા છે. છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જવાથી આર્થિક રીતે ભાગી ગયેલા ખેડૂતો માટે સરકારે પાક નિષ્ફળ સહાય જાહેર કરવી જોઇએ તેવી ખેડૂતોની માગણી છે.

આ અંગે ગુજરવાડા ગામના એક ખેડૂતના જણાવ્યા પ્રમાણે વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાયેલા છે. ખેડૂતો એ ડીઝલ અને બિયારણ ઉધાર લાવી પાક વાવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે પણ પાક નિષ્ફળ જતા સરકારે ખેડૂતોને પાક નિષ્ફળ સહાય ચૂકવી જોઈએ.[:]