[:gj]વન પ્રધાન ગણપતે સરકારને રૂ.9 કરોડ મંદિર બનાવવા વાપર્યા[:]

[:gj]અગાઉથી જ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સરકારના પર્યટનમંત્રી ગણપત વસાવા ફરી એક વખત ફસાયા છે, તેમને સરકારી ગ્રાન્ટમાંથી 8.80 કરોડ રૂપિયા પોતાના ગામમાં રામજી મંદિર અને ભાથીજી મહારાજના મંદિરમાં વાપરી નાખ્યાં છે અને આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે, મંત્રીએ તમામ નિયમો નેવે મૂકીને ગ્રામસભાની મંજૂરી લીધા સિવાય બારોબાર મોટી રકમની ગ્રાન્ટ ફાળવી દીધી હતી, ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત અન્યોને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી આગામી 20મી ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.

ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિએ એડવોકેટ જગત વસાવા મારફતે કરેલી રિટમાં એવી રજૂઆત કરી હતી કે, ટૂરિઝમ મંત્રી ગણપત વસાવાએ તેમના ગામ વાડી ખાતે બે મંદિર બનાવવા ટૂરિઝમ વિભાગના 8,80,89,711 રૂપિયા નિરાંત રામજી મંદિર અને ભાથીજી મહારાજ મંદિર બાંધવા માટે ફાળવી દીધા છે,પોતાની સત્તાનો દુરુપયોગ કરી પ્રવાસન મંત્રી આટલી મોટી રકમ મંદિર બાંધવા માટે ફાળવી દીધી છે, જે ગેરકાયદે છે.[:]