[:gj]વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા[:]

[:gj]ગાંધીનગર,તા.11

ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાનના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં 2019માં ગુજરાતની વસતી વધીને 6.52 કરોડ થઇ ચૂકી છે, જે છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6.03 કરોડ હતી.

ગુજરાતમાં 2020માં વસતી છ કરોડને પાર થઇ જશે.

પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2001-2026ના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2020માં રાજ્યની વસતી 6,59,09,000 થઇ જશે. અંદાજ પ્રમાણે 2026માં આ વસતી વધીને 6,96,27,000 થવાની સંભાવના છે.રાજ્યમાં 2020માં 3,48,89,000 પુરૂષો અને 3,10,20,000 મહિલાઓ હશે જે 2026માં અનુક્રમે 3,70,08,000 અને 3,26,25,000 હશે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે પોપ્યુલેશન પ્રોજેક્શનના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ વસતી 6,83,75,000 થવાની સંભાવના છે જે પૈકી 3,62,92,000 પુરૂષ અને 3,20,83,000 મહિલાઓ હશે.

ભારતનું દસમું સૌથી મોટુ રાજય

ગુજરાતની વસતી 2019માં 6,52,84,000 થઇ હોવાનું અનુમાન છે. 2019માં સાડા છ કરોડની વસતી સાથે ગુજરાત ભારતનું દસમું મોટું વસતી વધારાનું રાજય બની ચૂક્‍યું છે. આજે પણ અમદાવાદ એ સૌથી વધુ વસતી ધરાવતું રાજયનું પહેલું શહેર છે. તે પછી સુરત, વડોદરા અને રાજકોટનો ક્રમ આવે છે.

ગુજરાતની વધતી વસતી 2026માં ક્યાં હશે

2019 ————- 6,52,84,000

2020 ————- 6,59,09,000

2022 ————- 6,71,47,000

2026 ————- 6,96,27,000

 [:]