[:gj]વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ શરતોનો ભંગ કરાયો[:]

[:gj]

અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટના બાદ પણ શાસકોની આંખ ખુલતી નથી.આ તરફ દસ ટકા પ્રોફિટ માર્જીનની રકમ લેનાર મ્યુ.તંત્ર જવાબદારીમાંથી હાથ કેવી રીતે ખંખેરી શકે એવો પ્રશ્ન પૂર્વ વિપક્ષનેતાએ કર્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,કાંકરીયા ખાતે જેમનો કોન્ટ્રાકટ છે એવા પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને ભાજપ શાસકોએ વ†ાપુર તળાવ ખાતે પણ રાઈડના મામલે છાવર્યા છે.વ†ાપુર તળાવ ખાતે પીપીપી બેઈઝ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવાના મામલે પણ શાસકોએ ઘનશ્યામ પટેલની તરફેણ કરી હતી.૮ ઓગસ્ટ-૨૦૧૨ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.જગ્યાનુ પઝેશન ૨૪ જુન-૨૦૧૩ના રોજ મળ્યુ હતુ.રીક્રીએશન કમિટી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં ઉતાવળ કરવામાં આવી હતી.કોન્ટ્રાકટરને પઝેશન મળ્યા બાદ ચાર માસમાં એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવાની ટેન્ડરની શરત હતી.જા આમ ન કરવામાં આવ્યુ હોય તો કોન્ટ્રાકટ રદ કરી નવેસરથી રી-ટેન્ડર કરવાનુ હોય.છતાં પણ એ સમયના ભાજપના શાસકોએ કોન્ટ્રાકટરને છાવરીને તેનો કોન્ટ્રાકટ દસ વર્ષ માટે લંબાવ્યો હતો.એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં વિલંબ અને સમયસર લાયસન્સ ફી ચુકવવામાં નિષ્ફળ જવા બદલ એ સમયે કોન્ટ્રાકટર પાસેથી માત્ર ૧૨.૫૩ લાખની પેનલ્ટી વસુલીને સંતોષ માન્યો હતો.ઘનશ્યામ પટેલને જલધારા વોટર પાર્ક ફરીથી આપવા મામલે કાયદાકીય શરણુ લેનારા પૂર્વ વિપક્ષનેતા બદ્દરૂદીન શેખ આ મામલે પ્રતિક્રીયા આપતા કહે છે,ટેન્ડરની શરતો કાયમી એકસરખી હોવી જાઈએ.પરંતુ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવતા કોર્પોરેશનની તિજારીને આર્થિક નુકસાન થાય છે અને ભાજપની સાથે સાંઠગાંઠ ધરાવતા કોન્ટ્રાકટરોને ફાવતુ જડે છે

[:]