[:gj]વાંકાનેરમાં પવનચક્કીથી વન્ય પ્રાણીઓએ હીજરત કરવી પડી [:]

[:gj]

વાંકાનેર તાલુકામાં ત્રણ કંપનીઓ પવનચક્કી નાંખી રહી છે. જેમાં વેશ્પર વિન્ડફર્મ, ગામેશા વિન્ડફર્મ, સેન્યુ વિન્ડફાર્મ છે. પવનચકકી સ્થાપિત ત્રણેય કંપનીઓનું માલ પરીવહન અને ફાઉન્ડેશન સહિતના કામો માટે કોન્ટ્રાકટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના મામદભાઈ કડિવારને અપાયું છે.

પવનચકકીઓ માટે અનુકુળ એવો વાંકાનેર તાલુકામાં પવન સારો મળી રહે છે. ત્રણ વિન્ડફાર્મ કંપનીઓને વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગૌચર અને બીજી જમીનો આપવામાં આવી રહી છે. વાંકાનેર તાલુકાનાં અમરસર, પાંચદુવારકા, તીથવા, અરણીટીંબા, નવી કલાવડી ગામમાં ખતરો ઊભો થયો છે.

ચંદ્રપુર ગામ

વાંકાનેરના ચંદ્રપુર ગામે પાંચ નવી પવનચક્કીઓ ઊભી થઈ રહી હતી ત્યારે વિશાળ ફાઉન્ડેશન માટે કરવામાં આવતાં હેવી બ્લાસ્ટથી ચંદ્રપુરના ખેડૂતોએ વિરોધ કરી ફરિયાદ કરી હતી. બોર તેમજ મકાનમાં ગંભીર નુકસાન થયેલ જે બાબતની ખેડૂત દ્વારા અવારનવાર કંપનીના માણસોને ફરિયાદ કરી હોવા છતાં વિન્ડફાર્મ કંપનીના માણસો બેફામપણે વર્તન કરી હેવી બ્લાસ્ટિંગ ચાલુ રખેલું હતું.

કે મોરબી જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી તેમને યોગ્ય ન્યાય અપાવશે અને બેફામ વર્તન કરતાં વિન્ડફાર્મ કંપનીના માણસોને કંટ્રોલ કરશે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પંચરોજકામ કે સ્થળ સ્થિતિનું રોજકામ માટે મોકલેલ માણસો દ્વારા પવનચક્કીના કર્મચારીઓને સ્થાનિક માણસો બતાવી પંચરોજકામમાં સાક્ષી તરીકે દર્શાવી રહ્યા છે. જમીનો ફાળવણી વખતે પણ સ્થળસ્થિતિના ખોટા પંચરોજકામ થયા છે.

પહોળા રસ્તા બનાવવા માટે અસંખ્ય વૃક્ષો કાપી કઢાયા છે. જેની મંજૂરી લેવામાં આવી નથી. સર્વે નંબર 265 ની બાજુમાં આવેલી ગૌચરની જમીનમાં વાંકાનેર વન વિસ્તરણ દ્વારા અસંખ્ય વૃક્ષો વાવી ઉછેર કરવામાં આવેલા હતા.

વૃક્ષો કાપીને પવનચક્કીનો વીજપ્રવાહ લઈ જવા માટે લોખંડના પોલ ઉભા કરાયા છે. છતાં કંપની ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.

વીજ લાઈન માટેના લોખંડના પોલ ગ્રામ પંચાયતના ખરાબામાં, વોંકળામાં, તળાવમાં તેમજ ગૌચરમાં ઉભા કરી (ગ્રામ પંચાયતને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર) સરકારના ઠરાવો અને શરતોનો ભંગ કરે છે.

રક્ષિત જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓના સ્થળાંતરના માર્ગ (માયગ્રેટીંગ રૂટ) પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા તેમજ વીજ પોલ ઉભા કરેલા છે. જેના કારણે જંગલ વિસ્તાર અને તેની બાજુમાં ઈકો સેન્સેટીવ ઝોનમાં વન્ય પશુઓને અડચણ તેમજ તેમના માર્ગમાં અંતરાયો ઉભા થયેલા છે.

આ વિસ્તારમાં રહેતા જંગલી જાનવરો, પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારો તરફ નિકળવા મંડ્યા છે. એક ઝરખ ગાયત્રી મંદિર પાસે આવી ચડ્યું હતું. દીપડો હાઈવે ઉપર વાહનની ઝપટમાં આવી જવાથી મર્યો હતો. મેસરીયા રોડ પર દીપડાની એક્ જોડી જોવા મળી હતી.

આમ આ પવનચક્કી ના કારણે જંગલી જાનવરો પોતાની વસાહત છોડીને નીકળી રહ્યા છે અને આ પવનચક્કી ના કારણે પર્યાવરણ તેમજ જીવ જંતુ અને પશુ-પંખીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે.

ભારતના પહેલા પર્યાવરણ પ્રધાનના ગામમાં જ પર્યાવણને નુકસાન

350 વર્ષ પહેલાં પણ વાંકાનેરના રાજવીએ રામપરા વીળીને વન્ય જીવો માટે રિઝર્વ રાખેલું હતું. વાંકાનેરના રાજવી ડો. દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા ભારત સરકારને પર્યાવરણ બાબતે જાગૃત કરી ભારત સરકારમાં અલગ પર્યાવરણ મંત્રાલય બનાવેલું હતું. ભારત સરકારના પહેલા પર્યાવરણ મંત્રી પદે ડો. દિગ્વિજયસિંહ હતા.

સિંહ અને ચિત્તા હતા

વાંકાનેરમાં રાજાશાહીના વખતમાં સિંહ, ચિત્તા, દીપડા, હરણ, જંગલી પશુઓ વાંકાનેરના જંગલોમાં અને વિડી વિસ્તારમાં રહેતાં હતા. વિડી વિસ્તાર સરકારને સોંપવામાં આવ્યા હતા. વાંકાનેરમાં આજે પણ શિડયુલ-વનના દિપડા, હરણ, ઝરખ, અજગર, સાતનાર, શિયાળ તેમજ અન્ય પ્રાણીઓ અને સરીસૃપ તેમજ પક્ષીઓનો વસવાટ છે.

રક્ષિત જંગલ

વાંકાનેરમાં રક્ષિત જંગલ ઉપરાંત આ જંગલી પ્રાણીઓના રહેઠાણ માટે ડુંગરાળ વિસ્તાર સુરક્ષિત છે. પ્રાણીઓના અવરજવર માટેના રસ્તા (માયગ્રેટીંગ રૂટ) પર જંગલખાતા દ્વારા પાણી માટેના તળાવો તેમજ કંટુર બનાવેલા છે.

સિંહની વસતી

વાંકાનેરના રામપરા અભયારણ્યમાં સિંહનો વસવાટ કરવામાં આવ્યો છે. તેનું બિડીંગ સેન્ટર છે. રામપરા અભ્યારણ્યમાં ગીરના સાવજ સિંહ માટે ખાસ તકેદારી રૂપે નિવાસ સ્થાન ગોઠવવામાં આવ્યા છે. સિંહને પણ અહીંનું વાતાવરણ માફક આવી જતાં સિંહની વસ્તીમાં પણ ઉતરોતર વધારો થયો છે.

ઈકોસેન્સેટીવ ઝોન

અભ્યારણ વિસ્તારની બાજુમાં આવેલ ઇકો સેન્સેટીવ ઝોનમાં સરકારના ખરાબાવાળા ડુંગરાળ જગ્યા પર જંગલી પ્રાણીઓ કે જંગલની દરકાર કર્યા વગર તે જમીનો આપી દેવામાં આવી છે. રક્ષિત જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓના સ્થળાંતરના માર્ગ (માયગ્રેટીંગ રૂટ) પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા તેમજ વીજ પોલ ઉભા કરેલ છે. ઈકો સેન્સેટીવ ઝોનમાં વન્ય પશુઓને અડચણ તેમજ તેમના માર્ગમાં અંતરાયો ઉભા થયેલા છે.

ધ્વની પ્રદુષ

પવનચક્કીઓના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે, પક્ષીઓ મરી રહ્યા છે, ભૂતળના પાણી રસ્તો બદલી રહ્યા છે, પવન ચક્કીઓ નાખતા પહેલાં એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ થતો ન હોવાને કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે.  પવનચક્કી ઊભી કરવા માટે ડુંગરોને સમથળ કરવામાં આવે છે.

પવનચક્કી ઊભી કરવા માટે સરકાર દ્વારા તેમને એક હેક્ટર જમીન મળે છે પરંતુ પવનચક્કી ઊભી કરવા માટે આજુબાજુમાં પાંચથી છ હેક્ટર ડુંગરાળ જમીન સમથળ કરે છે. વીજપોલ માટે હજારો હેકટર જમીનનો ઉપયોગ કરે છે. આ કોન્ટ્રાક્ટરો જમીન પોતાની જાગીર છે તેમ સમજી કાર્ય કરે છે.

દુધાળા પશુઓને વિપરીત અસર

વાંકાનેર એ પશુપાલન ક્ષેત્રે મોરબી અને રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબરે છે અને એનું કારણ પણ આ ડુંગરાળ વિસ્તાર જ છે. વધુ દૂધ ઉત્પાદન વાંકાનેરમાં થઈ રહ્યું છે. દુધાળા પશુઓ પર પણ ગંભીર અસરોની શક્યતાઓ સેવાઈ રહી છે.વનચક્કીઓની ધ્રુજારી તરંગો બહુ દૂર સુધી જાય છે.  જેના કારણે પશુઓમાં ધરતીકંપ વખતે અનુભવે તેવી અનુભુતી થાય છે. શુઓને સાઈડ ઈફેક્ટ થાય છે. પશુઓ તે તરફ જતાં નથી. માટે ગૌચરો નકામાં બને છે.

વિરોધ

માલધારીઓ અને ખેડૂતો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.  મોરબી કલેક્ટર સમક્ષ અનેક ફરિયાદો કરવા છતાં કાર્યવાહી થતી નથી. સરકારે પવનચક્કી કંપનીઓને મોકળુ મેદાન આપવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં ગૌચરની જમીનો પસંદ કરી હતી. તેથી તીથવા ગામના ખેડૂતો માલધારીઓમાં વિરોધ ઉઠયો ઉગ્રતા પણ સર્જાય પરંતુ રાજ્ય સરકાર પવનચકકી કંપનીઓના તરફેણમાં રહેતા વિરોધનો વંટોળ સમી ગયો હતો. હવે વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં પવનચકકીઓ સ્થાપવાનું શરૂ કરાયું છે. સીંધાવદર આસો નદીના કાંઠે અનેક પવનચકકીઓ સ્થાપવાનું કામ થઈ રહ્યું છે.

ગામ પંચાયતોને ગામતળ વધારવા ગૌચરની જમીન જોઈતી હોય તો તેની લાંબી પ્રક્રિયા કરવી પડે છે. પણ વિન્ડફાર્મ માટે ઝડપી કામ થઈ જાય છે.

ગામમાં પવનચક્કીઓ દ્વારા વીજ ઉત્પાદન થાય છે.

પરનચક્કીમાં આગ

વાંકાનેરના તીથવા ગામે આવેલી પવનચક્કીમાં 30 ઓક્ટોબર 2019માં આગ લાગી હતી. વાયરીંગ માં આગ લાગેલ જે આગ બુઝાવવા માટે વાંકાનેર નગરપાલિકા નું મીની ફાયર ફાઇટર સ્થળ પર ગયેલ અને આ આગ ફક્ત નીચેની જગ્યા પર હોવાથી આગ પર કાબુ મેળવ્યો પરંતુ જો આગ પવનચક્કી માં ઉપર તરફ અકસ્માતે આગ લાગે તો આગને કંટ્રોલ કરવા માટે કોઇ સિસ્ટમ નથી, પવનચક્કીની ઊંચાઈ સુધી પહોંચે તેવું કોઈ ફાયર ફાઈટર મોરબી જિલ્લામાં ઉપલબ્ધ નથી.  જંગલ અને વિડી વિસ્તારમાં આગની ઘટના બને તો બિચારા મૂંગા પશુઓ ભોગ બને છે.  ફાયર વિભાગની એન.ઓ.સી. વગર કામ ચાલુ નથી કરી શકાતું તો આવડી મોટી પવનચક્કીઓ ફાયર વિભાગની એન.ઓ.સી. ની કોઈ જરૂરિયાત કેમ નથી?

ડુંગર વિસ્તાર ખોદી પવનચક્કીઓ નંખાઈ રહી છે. આ પવનચક્કીઓ ઊભી કરવામાં સરકારી નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

બ્લાસ્ટ

આપસાપ ડુંગરો છે. જ્યાં જંગલોનું વિસ્તરણ થવું જોઈએ ત્યાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત પવન ચક્કીઓનો રાફડો ફાટયો છે. વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા પવનચક્કી ઊભી કરવા માટે તેના ફાઉન્ડેશન માટે ખાડો કરવામાં આવે છે વાંકાનેર ડુંગર વિસ્તારની જમીન મજબૂત હોવાથી આ ખાડાઓ કરવા માટે હેવી બ્લાસ્ટિંગનો ઉપયોગ કરી રહ્યા છે. બ્લાસ્ટિંગ માટે સરકારની કોઇ જાતની પરમિશન મેળવતાં નથી. જે બ્લાસ્ટિંગથી આજુબાજુના ખેડૂતોને ગંભીર નુકસાની સહન કરવી પડે છે. ખેડૂતો દ્વારા અવારનવાર આ બાબતની ફરિયાદ લેખિત તેમજ મૌખિક રીતે તંત્રને કરવામાં આવે છે પરંતુ સરકારી વિન્ડફાર્મના એજન્ટો હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે. ખેડૂતોની ફરિયાદો બાદ તંત્ર દ્વારા કોઈપણ ભોગે ખેડૂતોને સમજાવી કે દબાવીને ફરિયાદ પાછી ખેંચવા માટે અથવા તો હવે કોઈ ફરિયાદ નથી તેવું નિવેદન આપવા માટે અલગ-અલગ રસ્તાઓ અખત્યાર કરી રહ્યા છે, આમ ખુલ્લેઆમ વિન્ડફાર્મ કંપનીઓને છાવરી રહ્યા છે.

વિરોધ

ટંકારા તાલુકાના સરાયા ગામમાં રેવન્યુ સર્વે નં. 212 ઉપર પવનચક્કીનો પ્રોજેક્ટ શરૂ કરવા સામે ગ્રામપંચાયત અને સમસ્ત ગ્રામજનો દ્વારા વિરોધ કરી મોરબી જીલ્લા માલધારી વિકાસ સંગઠનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર સમક્ષ વિરોધ કર્યો હતો. પવનચક્કી શરૂ થશે તો માલઢોર સાથે કલેકટર કચેરીમાં ધામ નાખવા ચીમકી આપી હતી.

સરાયા ગામમાં 2000 થી વધારે પશુ છે. ચરિયાણ કરે છે. પશુ ત્યાં ચરવા જઈ ન શકે તેથી 200 પરીવારો બેકાર બની જશે.  ગામના કેટલાય ખેડુત ખાતેદારોની જમીનના રસ્તા કપાઈ જાય છે અને ખેતરના રસ્તા વગરના થઈ જાય તેમ છે. હોવાથી આ ગંભીર બાબતે ગ્રામજનોનો વિરોધ હોવાનું જણાવ્યું હતું.[:]