[:gj]વિકલાંગોની ટિકિટ-પાસ તપાસવાના બહાને તોડ કરતો પાટણનો શખ્સ ઝડપાયો[:]

[:gj]પાલનપુર આરપીએફ પોલીસની ટીમે અમરાપુર – અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના જવાનના સ્વાંગમાં વિકલાંગ યાત્રીઓનું ચેકિંગ કરી તેમની ટિકિટ અને પાસ તપાસવાના બહાને નાણાં પડાવતા પાટણના એક શખ્સને ગુરૂવારે ઝડપી લીધો હતો. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલવે પોલીસને સોંપતા પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર આરપીએફ પોલીસની ટીમને રેલવે સુરક્ષા દળની વર્દી પહેરી વિકલાંગ કોચમાં યાત્રીકો પાસેથી નાણાં પડાવતા એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે પાલનપુર આરપીએફ પીઆઇ નિતિનકુમાર ગુર્જરે જણાવ્યું હતુ કે, અમદાવાદથી ઉપડેલી અમરાપુર- અરાવલી એક્સપ્રેસ (૧૯૭૦૭) ટ્રેનમાં ગુરૂવારે પાલનપુર આરપીએફના હે. કો. નરેશ ચૌધરી અને દયાનંદ ગોઠવાલને પાલનપુર સુધીની ર્સ્કોટિંગ પાર્ટીની ડ્‌યુટી આપવામાં આવી હતી. આ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનેથી રવાના થઇ ત્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કાળી ટીશર્ટ, ખાખી પેન્ટ અને કાળા બૂટ પહેરેલા શખ્સ ઉપર શંકા ગઇ હતી. આથી તેના ઉપર નજર રાખવામાં આવી હતી.

દરમિયાન ટ્રેન કલોલ સ્ટેશને પહોંચી ત્યારે આ શખ્સ રેલવે સુરક્ષા દળની વર્દીમાં બિલ્લા સાથે જોવા મળ્યો હતો. જે આગળના જનરલ અને વિકલાંગ કોચમાં યાત્રિકો પાસેથી ટિકિટ અને વિકલાંગ પાસના નામે નાણાં પડાવતો હોઇ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સનું નામઠામ પુછતાં મૂળ મહેસાણાના મોઢેરા રોડ અને હાલ પાટણ બસ સ્ટેન્ડ પાછળ રહેતા તરૂણગીરી અશોકગીરી ગૌસ્વામી (ઉ.વ. ૨૫) હોવાનું જણાવ્યું હતું. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલવે પોલીસને સોંપવામાં આવતાં પીએસઆઇએ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.[:]