[:gj]વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે 24મીના ચર્ચા-વિચારણા કરાશે[:]

[:gj]ગાંધીનગર, તા.૨૨  આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ કે.સી. પટેલ અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા ઉત્તર ઝોનમાં આવતા જિલ્લા અને મહાનગરોના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, સંગઠનપર્વ અને સંગઠન ચૂંટણી અધિકારી સહિત અપેક્ષિત આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંડયાએ જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં સંગઠન સંરચના, સંગઠન પર્વ અન્વયે પ્રાથમિક સભ્ય નોંધણી, સક્રિય સભ્ય નોંધણી અને સમિતિની રચના અંગે પૂછપરછ, માહિતી આંકલન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્રીય ભાજપાની સુચના મુજબ ગુજરાત ભાજપાએ નવા 20 લાખ પ્રાથમિક સદસ્યો ઉમેરવાના હતા પરંતુ પ્રદેશ ભાજપા દ્વારા ૫૦ ટકા એટલે કે ૫૦ લાખ  નવા પ્રાથમિક સદસ્યો ઉમેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે મંડલ, જિલ્લા અને પ્રદેશની ટીમે આયોજનબદ્ધ રીતે કાર્ય કરી સફળતાપૂર્વક હાંસલ કર્યો છે તે બદલ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ઉપસ્થિત ઉત્તર ઝોનના આગેવાનઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજીએ સંગઠનમાં સંપર્ક, સંવાદ, સમન્વય અને જનતાની વચ્ચે જઈને સેવા અને સંયમ સાથે કાર્યકર્તાઓને કામ કરવાની સલાહ  આપી હતી, અને તે મુજબ ગુજરાતનાં કાર્યકર્તા કામ કરે છે,, તેનો મને આનંદ છે, તેમ જણાવ્યું હતું.

પંડયાએ જણાવ્યું હતું કે, ૨૫ સપ્ટેમ્બરે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિન નિમિત્તે ગુજરાતના તમામ 51851 બુથ પર પંડિત દિન દયાલજીના ફોટા પર પુષ્પાહાર અર્પણ કરવામાં આવશે. તેમજ તેમના જીવન ચરિત્ર અંગેની માહિતી કાર્યકર્તાઓ અને જનતાને આપવામાં આવશે. ૨૫મી સપ્ટેમ્બરનાં રોજબાકી રહેલી બુથ સમિતિની રચના બુથમાં જઈને તે કાર્ય પૂર્ણ કરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં મંડલ સમિતિ, નવેમ્બર મહિનામાં જિલ્લા સમિતિ તથા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રદેશ સમિતિની રચના પૂર્ણ કરવામાં આવશે.

ભાજપાનો કાર્યકર “રાજકીય” નહીં પરંતુ “સામાજિક” કાર્યકર છે. 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અને મંડલ સ્તરે આયોજિત થયેલ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોની જિલ્લાવાર માહિતી લેવામાં આવી હતી. આ ઉપરાંત કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના સંદર્ભમાં આયોજિત ભાજપાના કાર્યક્રમ ‘એક દેશ એક સંવિધાન- રાષ્ટ્રીય એકતા અભિયાન’ અંતર્ગત જિલ્લા અને મહાનગરોમાં યોજવામાં આવેલ રાષ્ટ્રીય એકતા સંમેલનો અને રેલીઓ અંગે ઉપસ્થિત આગેવાનઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી અને તમામ પ્રકારનાં યશસ્વી કાર્યક્રમો માટે પ્રદેશપ્રમુખે ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં હતાં તેમ પંડ્યાએ જણાવ્યું હતું.

પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું કે, આગામી ૬ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવાર પસંદગી અને ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવા 24 સપ્ટેમ્બર 2019ના રોજ સાંજે 6.30 કલાકે ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજવામાં આવશે, જેમાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપરાંત ચાર વિધાનસભા બેઠકો જે જિલ્લામાં આવતી હોય તેની જિલ્લા સંકલન સમિતિ, પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા વિધાનસભા ઇન્ચાર્જ, સહઇન્ચાર્જઓ તેમજ મંડલ પ્રમુખ અને મહામંત્રી, પ્રભારીઓ હાજર રહેશે.[:]