[:gj]વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચમાં ગુજરાતમાં 2700 કરોડનો ઓનલાઈન જુગાર રમાયો[:]

[:gj]48 ક્રિકેટ મેચમાંથી ઇન્ડિયા- ન્યૂઝીલેન્ડની સેમિફાઇનલમાં સૌથી વધુ સટ્ટો રામયો હતો.

અમદાવાદ : ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની શરૂઆત થતા જ ક્રિકેટ સટ્ટા બજાર સક્રિય થઇ ગયું હતું. ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ તમામ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ક્રિકેટ સટ્ટા બજારમાં પણ હવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેબસાઈડ અને એપ્લિકેશન દ્વારા ક્રિકેટ સટ્ટો બેફામ રમાઈ રહ્યો છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર વિશ્વ ક્રિકેટમેચ કપમાં રમાયેલી પ્રથમ સેમી ફાઇનલ જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો હતો તે સેમી ફાઇનલમાં કુલ 20 હજાર કરોડનો સૌથી વધુ સટ્ટો રમાયેલો હતો. બીજી સેમી ફાઇનલમાં કુલ 9 હજાર કરોડનો ક્રિકેટ સટ્ટો  રામયો હતો… ક્રિકેટ ચાહકો ક્રિકેટને મનોરંજન અને શોખના ભાગ રૂપે જોતા હોય છે. જયારે બીજી તરફ હાર જીત અને સેસનનો ક્રિકેટ સટ્ટો રમવા તેમજ પૈસાની જીતની લાલચમાં લોકો ક્રિકેટ મેચ જોતા હોય છે અને સટ્ટો રમતા હોય છે ક્રિકેટ સટ્ટો રમતા સટ્ટોડિયાઓને કોણ જીતશે કે હારશે તેનાથી કોઈ લાગણીઓનો સંબંધ હોતો નથી માત્ર પૈસાની હાર જીત ઉપર જ સટ્ટો રમતા હોય છે .

વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ ક્રિકેટ મેચમાં માત્ર ભારતમાંથી આશરે કુલ 17 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાયોછે. ગુજરાતના બુકીઓએ 2700 કરોડનો જુગાર રમ્યો હોવાનું બુકીઓનું માનવું છે. ફાઇનલ ક્રિકેટ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલામાં મેચના ટોસ કોણ જીતશે તેમજ હાલમાં ઈંગ્લેન્ડમાં મેચ રમાઈ અહીં છે જેથી ત્યાંનું વાતાવરણમાં ક્યારે બદલાવ આવીને મેચમાં વરસાદ પડે તેનું નક્કી ન હોવાના કારણે મેચમાં વરસાદ પડશે કે નહિ તે મામલે પણ સટ્ટો લગાડવામાં આવે છે. અને ક્રિકેટ મેચમાં રમતા સેશનના ભાવ બન્ને ટિમ માંથી કઈ ટિમ હોટ ફેવરિટ હતી તેમજ જીતવાના ચાન્સ કોના વધારે છે તે તમામ બાબતે પણ સટ્ટો રમાડવામાં આવ્યો હતો.[:]