[:gj]વિશ્વ બેન્કના ચેરમેન સાથે મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે[:]

[:gj]ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે 31 ઓક્ટોબરે હાઈપ્રોફાઈલ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ બેન્કના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભારત સરકારના તમામ કેડરના ઓફિસર્સ અને કેબિનેટના મંત્રીઓ પણ કેવડિયામાં આવીને ત્રણ દિવસ રોકાશે.

નર્મદા નદી પર રાજ્ય સરકારે બનાવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે આ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈપીએસ ઓફિસર્સની કાર્યશાળા યોજી હતી. હવે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે ત્રણ દિવસની ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકની જવાબદારી ગુજરાત સરકારના અધિકારીઓએ લીધી છે, તેથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે.

ભારત સરકારના ડીઓપીટી દ્વારા આયોજિત કાર્યક્રમોમાં દેશના તમામ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસ ઓફિસર્સ ઉપરાંત ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ, સચિવો, વિશ્વ બેન્કના ચેરમેન ડેવિડ માલપાસ અને વિદેશના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.

 [:]