[:gj]વેલેન્ટાઇન ડે – અમદાવાદની પોલીસ બની બજરંગ દળ [:]

[:gj]આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સત્તામાં કોણે બેઠું છે તે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા નક્કી થાય છે. સામાન્ય પોલીસ પોતાની મિલકતની તકરાર લઈ પોલીસ પાસે જાય તો પોલીસ દિવાની ફરિયાદ છે તેમ કહી તેમને કાઢી મૂકે છે. તાજેતરમાં પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો કબજો અપાવવા માટે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતા. કારણ પ્રવિણ તોગડીયા પાસે આ મકાનનો કબજો લઈ લેવામાં આવે તેવી ભાજપની ઈચ્છા હતી. હવે બજરંગ દળનો હવાલો પણ ભાજપ તરફી નેતાઓ પાસે હોવાને કારણે વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદ પોલીસ જાણે બજરંગ દળનો ભાગ હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

હમણાં સુધી વિશ્વ હિન્દુ પરિષદના કર્તાહર્તા પ્રવિણ તોગડીયા હતા, ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે જાહેર સ્થળઓ બેઠેલા યુગલોને પજવતા બજરંગ દળના નેતાઓને પોલીસ ભગાડી દેતી હતી, પણ હવે બજરંગ દળનું નેતૃત્વ બદલાયું અને ભાજપ તરફ નેતાઓના હાથમાં આવ્યા તેના કારણે પોલીસે પણ હવે પવનની દિશા પ્રમાણે પોતાનો વ્યવહાર પણ બદલી નાખ્યો છે. અમદાવાદના બગીચાઓ અને ખાસ કરી રીવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રેમી યુગલો આમ દિવસોમાં પણ આવતા હોય છે અને જ્યારે વેલેન્ટાઇન ડે હોય ત્યારે પ્રેમીઓની સંખ્યા વિશેષ હોય છે.

વેલેન્ટાઇન ડેના દિવસે પહેલાથી અમદાવાદ પોલીસે બગીચાઓ રીવરફ્રન્ટ ઉપર પોલીસ ગોઠવી દીધી હતી. આમ તો પોલીસે ત્યાં આવેલા પ્રેમીઓને કોઈ પરેશાન કરે નહીં, તેનું ધ્યાન રાખવાનું હતું પરંતુ રાજકીય આકાઓ જે પોલીસની બદલી કરવામાં સમર્થ છે તેમને શુ પસંદ પડશે, તેવો વ્યવહાર પોલીસે કર્યો હતો. પોલીસે પ્રેમી યુગલોને ભગાડી મૂકવા આવેલા બજરંગ દળના નેતાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ખુદ પોલીસે પ્રેમી યુગલોને જાહેર સ્થળ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. આમ પોલીસ પણ જાણે પ્રેમ કરનારની વિરુદ્ધ અને બજરંગ દળનો ભાગ હોય તેવી પ્રતિતિ થઈ રહી હતી.

પ્રેમી-પંખીડાઓને પરેશાન કર્યા પોલીસ જોતી રહી

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે, ત્યારે અમદાવાદમાં પ્રેમી-પંખીડાઓને ભાગવાનો વારો આવ્યો છે. અમદાવાદ પોલીસે ઉસ્માનપુરામાં આવેલા રિવરફ્રન્ટ ગાર્ડનને ખાલી કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળે વેલેન્ટાઇન ડેના વિરોધમાં પત્રિકાઓ વહેંચી હતી. પોલીસને આશંકા હતી કે બજરંગ દળ વિરોધ કરશે, એટલે અમદાવાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે પહેલાથી જ યુવક-યુવતીઓને બગીચામાંથી ભગાવી દીધા હતા.

તેમ છતા બજરંગ દળના કાર્યકર્તાઓએ ગાર્ડન બહાર વિરોધ કર્યો હતો અને કેટલાય કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન પણ કર્યા હતા. રિવરફ્રન્ટ ખાતે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને યુવક-યુવતીઓને ગેટ પરથી જ પાછા જવાનું પોલીસ કહી રહી હતી. ઉસ્માનપુરાના ગાર્ડનમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ હતા, પણ પોલીસે બધાને ગાર્ડનની બહાર કાઢ્યા હતા.[:]