[:gj]શંકરસિંહની જેમ તેના ડ્રાઈવર અલ્પેશની કોંગ્રેસને મતદારો સાથે ગદ્દારી[:]

[:gj]શંકરસિંહ વાઘેલાના એક સમયના ડ્રાઈવર આખરે શંકરસિંહના પગલે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. શંકર ચૌધરી તેની પાછળ હોવાનું માનવામાં આવે છે. સુથીના 20 પટારા તેમને મળ્યા હોવાનું ચર્ચાય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાના તમામ પદથી રાજીનામું મોકલી આપ્યું હતું.

ભાજપમાં તેમને લેવા માટે કોઈ તૈયાર નથી. જો લેવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાત ભાજપે ગુમવવું પડે તેમ છે.  અલ્પેશ ઠાકોરના ભાજપ સાથે થયેલા સોદા મુજબ, અલ્પેશના સાથી ધારાસભ્યો એવા ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોર કોંગ્રેસ છોડવા તૈયાર ન થતાં. અલ્પેશની બાજી ઉંધી પડી રહી છે. અલ્પેશ સાથે હાલ માત્ર એક પરોપજીવી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે.
અલ્પેશ ઠાકોરની રાજકીય જીવાદોરી ગણાતી ઠાકોર સેનામાં પણ આંતરિક વિખવાદ ઉભો થયો છે. ભાજપ તેને લેવા માંગતો નથી, અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જોડાવાનું સપનું હાલ રોળાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.[:]