[:gj]શહેરના ગાર્ડન, હેલ્થ સેન્ટરો જેવા સ્થળોએ કાપડની થેલીઓ વેચાશે[:]

[:gj]અમદાવાદ, તા.૦૨

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવા જુના કપડા આપવા અપીલ કરાઈ છે. આ કપડામાંથી અમપાના અર્બન ડેવલપમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા સખી મંડળોની બહેનો પાસે કપડાની વિવિધ લંબાઈની થેલીઓ તૈયાર કરીને વેચવામાં આવશે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અમપાના યુ.સી.ડી વિભાગ દ્વારા અમદાવાદ શહેરને પ્લાસ્ટીકમુકત શહેર બનાવવા વિભાગ સાથે નોંધાયેલા સખી મંડળો, સખી સંઘોની બહેનો પાસે કાપડની થેલીઓ તૈયાર કરાવી શહેરના તમામ સિટી સિવિક સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો, બીઆરટીએસ સ્ટેશનો, બગીચાઓ, પે એન્ડ પાર્કીંગના સ્થળો, ઝોનલ ઓફીસો તેમજ વોર્ડ ઓફીસો ખાતે કાપડની થેલીઓનું વેચાણ કરવામા આવશે. આ માટે યુસીડી વિભાગ તરફથી શહેરીજનોને તેમની પાસે રહેલા જુના કપડા એકઠા કરી યુસીડી વિભાગ સુધી પહોંચાડવા અપીલ કરવામા આવી છે. સાથે જ પ્લાસ્ટીકના વપરાશને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. આ આપવામા આવનારી કપડાની થેલીઓની કીંમત શું રહેશે એ અંગે સત્તાવાર કોઈ સુચના જાહેર કરાઈ નથી. પરંતુ સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર, શહેરીજનોને પોષાય અને સખી મંડળની મહીલાઓને એમની મહેનત સામે યોગ્ય વળતર મળી રહે એ પ્રમાણેના દરથી કપડામાંથી બનાવાયેલી થેલીઓનુ વેચાણ કરાશે.[:]