[:gj]શહેરના રિક્ષાચાલકો આજે સવારે 6થી સાંજે 6 સુધી સ્વયંભૂ બંધ પાળશે[:]

[:gj]અમદાવાદ, તા. 02

મોટર વ્હિકલ એક્ટમાં દંડની જોગવાઈમાં રાક્ષસી વધારાના વિરોધમાં અને રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો  માટે ગુરૂવારે અમદાવાદના  રિક્ષાચાલકો જડબેસલાક બંધ પાળશે. આ બંધ સ્વયંભૂ રહેશે અને તે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે એવો નિર્ણય અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.

યુનિયન દ્વારા આ બંધ મોટર વ્હિકલ એક્ટના વિરોધમાં નહીં, પણ આ કાયદાના દંડની જોગવાઈઓમાં ભયંકર અને અમાનવીય વધારાની સામે રિક્ષાચાલકો સમસમી ઉઠ્યા છે તેને જોતાં આપવામાં આવ્યું છે. સરકાર અને સત્તાવાળાનું ધ્યાન દોર્યું, કલેક્ટર કચેરી સામે ધરણા ઉપવાસ કર્યા અને આર.ટી.ઓને રજૂઆત કર્યા છતાં દંડની વધારાની જોગવાઈઓ રદ નહીં થતાં અને સામાન્ય બાબતમાં  પણ ૧૦ થી ૧૫ હજાર દંડ વસૂલ કરવાના આર.ટી.ઓના પગલાના વિરોધમાં અમદાવાદના બે લાખથી વધુ રિક્ષાચાલકો એ સ્વયંભુ બંઘ પાળશે.

યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, ગુરૂવારે સવારે 6 થી શરૂ થશે અને નવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખી સાંજે 6 વાગ્યે પૂરી થશે. જો આ સ્વયંભૂ હડતાલ  ઓટો રિક્ષા ચાલકો તરફથી સ્વયંભૂ પ્રતિક હડતાલ ચેતવણી સ્વરૂપ છે. જો રાજ્ય સરકાર આ ન્યાયિક બાબતને ગંભીરતાથી  ધ્યાને નહિ લે તો આગામી સમયમાં રિક્ષાચાલકો દ્વારા રાજ્યવ્યાપી હડતાળ  પાડવામાં આવશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. રિક્ષાચાલકોની ન્યાય માટેની આ ક્રાંતિકારી લડતને દસથી વધુ યુનિયનોએ ટેકો જાહેર કર્યો છે.

જાગૃત ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશનના અગ્રણી રાજવીર ઉપાધ્યાય, અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઈવર યુનિયનના ઈમ્તિયાસ લંગાએ જણાવ્યું કે આ રીક્ષા બંધ સ્વયંભૂ હોવાથી રિક્ષાચાલકો સ્વયંમ શિસ્તનું કડક પાલન કરશે જો રિક્ષાચાલક ધ્યાન બહાર જતા રિક્ષા બહાર કાઢશે તો તેને રિક્ષાચાલકોની ન્યાયની લડત હોવાથી ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવશે અને વિનંતી કરવામાં આવશે.

 [:]