[:gj]શાળામાં મેદાન નથી અને ખેલાડીઓની સિધ્ધિમાં જસ ખાટતી સરકાર[:]

[:gj]ડાંગની દોડ વિરાંગના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યા બાદ ગુજરાત સરકાર સતત દાવો કરી રહી છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ રમત ગમતમાં નંબર વન છે. પણ રાજ્ય સરકાર આવા સ્પોર્ટ્સમેનને ખરા અર્થમાં આંતર માળખાકીય સુવિધાઓ આપવામાં પાછળ છે. 7307 સરકારી શાળાઓ અને 2302 ખાનગી શાળાઓ પાસે રમત -ગમતનું મેદાન સરકારે આપ્યું નથી. દરેક સરકારી અને ખાનગી શાળામાં મેદાન હોવું ફરજીયાત છે. રમતના મેદાન ન હોવાથી બાળકો પોતાની રીતે બીજા મેદાનમાં જઇને રમે છે.

મેદાન વગરની શાળાઓ

શહેર સરકારી ખાનગી

અમદાવાદ 72 – 991

ગાંધીનગર 156 – 50

સુરત 137 – 103

વડોદરા 285 – 13
રાજકોટ 124 – 416
ભાવનગર 306 – 02
જામનગર 91 – 76
સુરેન્દ્રનગર 272 – 21
બનસકાંઠા 658 – 23
પંચમહાલ 567 – 73

કચ્છ 262 – 65
સરકારની રમત-ગમત ક્ષેત્રે અસફળતાની કહાની વર્ણવે છે. સરકારની મસમોટી જાહેરાતો અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત સાફ નજરે પડે છે.

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ખેલ મહાકુંભ પાછલ કરોડોનો ખર્ચ કરવમાં આવી રહ્યો છે. પરંતુ આવા ખર્ચા કરીને માત્ર સરકાર પોતાની વાહવાહી લૂંટી રહી છે.

સામે બાળકોને પોતાની મનગમતી રમતો રમવા માટે તો મેદાન જ નથી.આવા ખર્ચાઓ જો મેદાન વગરની શાળાઓ ને મેદાન બનાવવામાં માટે લગાડવામાં આવે તો અનેક બાળકો નું ભવિષ્યઃ સુધરી શકે છે.[:]