[:gj]શિક્ષકોને શિક્ષણ પ્રધાન ચૂડાસમા કેમ પસંદ નથી [:]

[:gj]પાલનપુરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યક્રમ આથી શિક્ષકો નીકળેતા શિક્ષણ મંત્રી ને પોતાની અપમાન થયું હોવાનું લાગતાં તેમણે એવું કહ્યું હતું કે, શિક્ષકોએ શિસ્ત જાળવવી જોઈએ. જાહેર મંચ ઉપરથી એમને કહ્યું હતું કે મારા વક્તવ્ય દરમિયાન બહાર નીકળીને શિસ્ત નહીં જાળવી શકનારા શિક્ષકો બાળકોને શિસ્તના પાઠ કેવી રીતે ભણાવી શકશે. આમ શિક્ષકોને ઠપકો પણ આપ્યો હતો. એક ધાર્મિક સંસ્થાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે આવ્યા હતા. તેમણે શિક્ષકોને કહ્યું હતું કે શિસ્ત અને સંકલ્પ સાથે કામ કરવા શિક્ષકોની જવાબદારી છે. તેમને માઠું લાગી ગયું હતું. કારણ કે તેમના પ્રવચન દરમિયાન ઘણા બધા શિક્ષકો ઊઠીને બહાર નીકળી ગયા હતાં.

જોકે, પાલનપુરના શિક્ષકો જાણતાં હતા કે ભાજપમાં જ શિસ્ત નથી. 28 ઓગસ્ટ 2018ના દિવસે ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં વિવિધ કમિટીઓની રચના સામે અસંતોષ ભભૂકી ઉઠ્યો હતો. ભાજપના 13 સભ્યોએ શિસ્ત ભંગ કરીને ભાજપ સામે બગાવત કરી હતી. પક્ષના શિસ્તના ધજાગરા ઉડાવતાં હોય તેમ નગરસેવકોએ ચેરમેન પદેથી રાજીનામાં ધરી દીધા હતા. શિસ્ત ભંગ થતાં ભાજપના તમામ 21 નગરસેવકોના ચેરમેનપદેથી રાજીનામાં લઈ લેવાયા હતા. રાજીનામાં ભાજપની પ્રદેશ કચેરીએ મોકલી આપવામાં આવ્યા હતા. અસંતુષ્ટ નગરસેવકોએ ચેરમેનપદેથી રાજીનામાં ધરી દેતા જિલ્લા ભાજપ મોવડી મંડળ સ્તબ્ધ થઇ ગયું હતું.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા ખાતે આવ્યા ત્યારે તેમનું નામ ભરતી કૌભાંડમાં બહાર આવ્યા બાદ વિરોધનો સામનો કરી રહ્યાં છે. ગાંધીનગર ગૃહ ખાતે પહોંચે તે પહેલા જ યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મંત્રીની ગાડી સામે કાળા વાવટા ફરકાવીને ભારે સૂત્રોચાર કરીને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના રાજીનામની માંગ કરી હતી. રાવપુરા પોલિસ દ્વારા વિરોધ કરતા કોંગ્રેસના 5 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તેથી ભાજપના કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો.

25 માર્ચ 2018માં ચૂંટણી પહેલા ફી નિયમનનાં કાયદો લાગુ કર્યા બાદ શાળા સંચાલકોની તરફેણ કરતા અને વાલીઓને લોલીપૉપ પકડાવનાર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનો વડોદરામાં વિરોધ થયો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં પૂતળાનું દહન પણ કરવાનો પ્રયાસ કરાયો હતો. વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફીની વસુલાત કરી રહેલા શાળા સંચાલકોની તરફેણમાં નિર્ણય લેવાતા રાજ્યભરના વાલીઓમાં રોષ બહાર આવ્યો હતો.

29 ઓગસ્ટ 2017માં પાટણની મુલાકાતે આવેલા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તાળી-વેલણ વગાડીને વિરોધ કર્યો હતો. તેઓ જાહેરમાં નિકળી શકતાં ન હતા. યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી જીતવા માટે જ્યારે ભુવાની મદદ લીધી હતી ત્યારે પણ સમાજમાંથી ચૂડાસમા સામે વિરોધ થયો હતો.

 [:]