[:gj]શ્રીદેવીનું રહસ્યમય મોતની નવી થિયરી બહાર આવી[:]

[:gj]24 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નિધનનાં ચોંકાવનારા સમાચારથી દેશ આખો ચોંકી ઉઠ્યો હતો. દુબઈની એક હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું અવસાન થયું હતું. ફિલ્મ ‘ચાંદની’ માં તેના જોરદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરનારી અભિનેત્રીના મોતથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું હતું.
ભારતની સૌથી વધું લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું દુબઈના જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલના રૂમ નંબર 2201માં બાથટબમાં ડૂબીને મોત થયું હોવાનું માનવામાં આવતું હતું. હવે સાચું રહસ્ય હમણાં બહાર આવ્યું છે. રહસ્યો પરથી પડદો ઉચકનાર ‘શ્રીદેવી: ધી એટર્નલ ગોડેસ’માં શ્રીદેવીનું જીવનચરિત્ર લખનાર લેખક સત્યાર્થ નાયક.
તેમણે શોધી કાઢ્યું છે કે, શ્રીદેવીને લો બ્લડ પ્રેશરમાં અવાર નવાર બેહોશ થઈ જવાની બિમારી હતી. આના પર તેમણે શ્રીદેવીની નજીકના ઘણા લોકોના નિવેદનો પણ શામેલ કર્યા છે. તેઓ પંકજ પારાશર (જેમણે શ્રીદેવીની ફિલ્મ ચાલબાઝનું ડાયરેક્શન કર્યું હતું) અને નાગાર્જુનને મળ્યા હતા. બંનેએ બ્લડ પ્રેશર વિશે જણાવ્યું હતું. જ્યારે શ્રીદેવી આ બે સાથે કામ કરતી હતી તે વખતે ઘણી વખત બાથરૂમમાં બેહોશ થઈને પડી ગઈ હતી.
શ્રીદેવીજીની ભત્રીજી મહેશ્વરી કહ્યું હતું કે તેમણે શ્રીજીને બાથરૂમના ફ્લોર પર પડતા જોયા હતા અને તેમના ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. બોની સરે પણ કહ્યું હતું કે એક દિવસ શ્રીજી અચાનક પડી ગઈ હતી. લો બ્લડ પ્રેશરની બિમારીથી ઝુજી રહી હતી.
આ પહેલા કેરળના ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા છે.
શ્રીદેવાની પતિ બોની કપૂરને શ્રીદેવી દુબઈમાં હોટલના એક રૂમમાં બાથટબમાં બેભાન અવસ્થામાં મળી હતી. ફોરેન્સિક રિપોર્ટ બાદ ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે કે, મોત આકસ્મિક રીતે ડૂબવાના કારણે થયું છે. આ પછી તેના રહસ્યમય મૃત્યુ અંગે અનેક અટકળો કરવામાં આવી રહી હતી.
શ્રીદેવી પરિવારની સાથે મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ ગઈ હતી અને ત્યાં હૃદયરોગના હુમલાથી મોત પર અનેક સવાલ ઊભા થયા હતા.
શ્રીદેવીના મોતથી પાછલ ડ્રગને કારણ માનવામાં આવી રહ્યું હતું.
શ્રીદેવી જવાન દેખાવા અને ભૂખ ભગાડવા માટે એવી દવાઓનું સેવન કરતી હતી જેનાથી તેના હૃદયને નુકસાન થયું હોવાનું પણ મનાતું હતું. મોત વેળાએ હોટલમાં પોતાના રૂમમાં એકલી હતી. શ્રીદેવીનું મોત કાર્ડિએક અરેસ્ટથી નહીં, પરંતુ કોઈ અન્ય કારણે થયું હોવું તે સમયે માનવામાં આવતું હતું.
સંજય કપૂરે કહ્યું હતું કે, તેમને હૃદયની કોઈ બીમારી ન હતી.
શ્રીદેવીએ 29 કોસ્મેટિક સર્જરી કરાવી હતી. એક સર્જરીમાં ગરબડ થઈ ગઈ હતી અને તે ઘણી દવાઓ લઈ રહી હતી. સાઉથ કેલિફોર્નિયાના તેમના ડોક્ટરે તેને ઘણી ડાયલ પિલ્સ લેવાની સલાહ આપી હતી.
એન્ટી એજિંગ દવાઓ લઈ રહી હતી. તેમાંથી લોહી જાડું થવાની ફરિયાદ થાય છે. શ્રીદેવીના મોતનું કારણ એ પણ હોઈ શકે છે.
શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો.
54 વર્ષના શ્રીદેવીએ ઈંગ્લિશ વિંગ્લિશ મૂવીથી કમબેક કર્યું ત્યારે લોકોએ તેમના અભિનયની ખૂબ જ સરાહના કરી હતી, પરંતુ બોલિવુડની ‘ચાંદની’ના ચહેરા પર વધેલી ઉંમરની અસર સ્પષ્ટ વર્તાતી હતી. ઈંગ્લિશ વિંગ્લિશ પછી શ્રીદેવી મોમમાં જોવા મળ્યા હતા.
બે દિવસમાં મોતને લઈને અનેક દાવા કરવામાં આવ્યા હતા. દર કલાકે મોતની નવી થિયરી સામે આવી રહી હતી.
પ્રાથમિક કારણ આપવામાં આવ્યું કે હૃદયરોગનો હુમલો આવવાને કારણે તેનું મોત થયું હતું.

દવાઓના ઓવરડોઝને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો. આના અંગે કહેવામાં આવતું હતું કે શ્રીદેવી યુવા રહેવા માટે અમુક દવા લઈ રહી હતી, તેમજ તેણીએ લિપ સર્જરી કરાવી હતી. આ જ દવાઓના ઓવરડોઝને કારણે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું માનવામાં આવતું હતું.
પરિવારના સભ્ય સંજીવ કપૂરે તેને હાર્ટની કોઈ બીમારી ન હોવાનું જણાવ્યું હતું.
નવી વાત બહાર આવી હતી કે, પતિ બોની કપૂર શ્રીદેવીને એક મોટી સરપ્રાઇઝ આપવા માંગતા હતા. આ માટે તે ભારત આવીને શનિવારે પરત દુબઇ ફર્યા હતા. બોની તેને ડિનર ડેટ પર લઈ જવા માંગતા હતા. શ્રીના મોત પહેલા બોની કપૂરે પ્લાન બનાવ્યો હતો કે તેને લઇને બહાર ડિનર કરવા જવું. હોટલના સ્ટાફના જણાવ્યા પ્રમાણે શ્રીદેવી ખૂબ જ ખુશ હતી. ડિનર માટે બહાર જવા પહેલા તે તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ હતી. બાદમાં 15 મિનિટ સુધી તે બહાર ન આવી તો બોનીએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ પ્રત્યુતર ન આવતા દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો.
આ સમયે શ્રીદેવી બાથટબમાં બેભાન હાલતમાં પડી હતી.
બીજી વાત એ હતી કે તે બે દિવસથી પોતાના રૂમની બહાર જ નીકળી ન હતી.
ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ તરફથી શ્રીદેવીનો જે પોસ્ટમોર્ટમા રિપોર્ટ સોંપવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. દારૂની અસરને કારણે તેણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે બાથટબમાં પડી ગઈ હતી. તેમજ ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
હોટલના બાથટબમાં શ્રીદેવીને બેહોશીમાં જોયા પછી એ ડોક્ટરે જણાવ્યુ કે તેમનુ મોત થઈ ચુક્યુ છે.
કારણ બતાવ્યુ કાર્ડિયેટ અરેસ્ટ.
દુબઈ પોલીસે સ્પષ્ટ કહી દીધુ છે કે શ્રીદેવીનુ મોત એક દુર્ઘટના છે. કોઈ ષડયંત્ર નહી. અને બીજું એ કે છતા પણ તેમના મોતની તપાસ કરવામાં આવશે. તેના અંગે તેમના નિકટના દરેક લોકોની પૂછપરછ કરવામાં આવશે. તેમના પતિ બોની કપૂરની તો રવિવાર અને સોમવારના રોજ દુબઈ પોલીસે પૂછપરછ પણ કરી હતી. તપાસ દુબઈ પોલીસથી લઈને દુબઈ પબ્લિક પ્રાસીક્યૂશનને સોંપી દેવામાં આવી હતી.
હોટલમાં બે દિવસ પહેલા જ આવી હતી. એ પહેલા એ દુબઈના કરીબ રસલ ખેમામાં હતી. ત્યા તેમના પતિ બોની કપૂરના ભાણેજના લગ્ન હતા. લગ્ન પછી બોની કપૂર અને તેમની નાની પુત્રી મુંબઈ પરત આવ્યા હતા. જ્યારે કે શ્રીદેવી દુબઈમાં જ રોકાઈ ગઈ. દુબઈમાં શ્રીદેવીની બહેન પણ રહે છે.
હોટલ સ્ટાફ મુજબ શ્રીદેવી 48 કલાક સુધી હોટલના પોતાના રૂમમાંથી બહાર નીકળી નહોતી. આ દરમિયાન તે સતત એકલી જ હતી. બોની કપૂર ભારત પરત ફર્યા પછી લખનૌ જતા રહ્યા હતા. જ્યા ઈનવેસ્ટર સમિટ હતી. લખનૌથી પરત ફરી તેઓ મુંબઈ આવ્યા. મુંબઈમાં તેમના એક મિત્ર શેટ્ટીનો જન્મ દિવસ હતો. ત્યારબાદ 24 ફેબ્રુઆરીના બપોરની ફ્લાઈટથી તેઓ પરત દુબઈ આવ્યા છે. તેમના દુબઈ આવવા અંગે શ્રીદેવી જાણતી નહોતી. મોડી સાંજે તે હોટલ પહોંચીને શ્રીદેવીને સરપ્રાઈઝ આપે છે. આ દરમિયાન લગભગ એ સમયે બોની કપૂરના ભાઈ સંજય કપૂર દુબઈથી મુંબઈ પરત આવી રહ્યા હોય છે. તેમની પણ શ્રીદેવી સાથે કોઈ મુલાકાત થતી નથી.
શ્રીદેવી એક જીંદાદિલ અભિનેત્રી હતી. તેની ફિલ્મો પરથી કહી શકાય છે કે તે ખૂબ હસમુખ સ્વભાવની અને મહેનતુ હતી. તેની દરેક ફિલ્મમાં દરેક વખતે એક નવી શ્રીદેવી સાથે પરિચય થયો હોય એવુ લાગતું હતું. શ્રીદેવી પોતાની જેમ જ પોતાની દિકરી જાહ્નવીને પણ ફિલ્મી દુનિયામાં લાવવા માંગતી હતી.[:]