[:gj]સંજીવ ભટ્ટના સમર્થનમાંને મોદીની વિરૂદ્ધમાં લોકો, જૂઓ તસવીરો[:]

[:gj]

કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના પરિવારને હિંમત, આશ્વાસન આપવા તેમજ તેમને થયેલા અન્યાયનો વિરોધ કરવા અનેક લોકો એકઠા થયા હતા. સંજીવ ભટ્ટના ઘર પાસે એકઠા થયેલા લોકોએ મીણબત્તી સળગાવી પ્રાર્થના કરી હતી. મેગ્સેસે એવોર્ડ વિનર અને આઈઆઈએમના પ્રોફેસર સંદિપ પાંડે સહિત અનેક એક્ટીવિસ્ટ તેમજ શહેરીજનો જસ્ટીસ ફોર સંજીવ ભટ્ટ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મોટા ભાગના લોકો એવું માનતાં હતા કે કચ્છની યુવતી સાથેના સંબંધો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અદાલતમાં બયાન આપ્યું ત્યારથી સંજીવને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

કોઈ પૂરાવા નથી સંજીવ ભટ્ટે નથી કોઈને ઈન્ટ્રોગેટ કર્યા તેમ છતાં તેમને કસ્ટોડીયલ ડેથ કેસમાં સજા ફટકારી દેવાઈ હોવાનો આરોપ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે કર્યો છે. સરકારની સામે પડેલા પ્રામાણિક અધિકારીને હત્યા કેસમાં ફીટ કરી દેવાયા છે તેનો વિરોધ તો ઘણા સ્થળોએથી શરૂ થઈ ગયો હતો, પરંતુ જ્યાં સંજીવ ભટ્ટે નોકરી કરી છે તે ગુજરાતમાં મોડો પણ લોકોએ ખોટા જજમેન્ટનો વિરોધ કરી પરિવારના સમર્થનમાં આવ્યા હોવાનું શ્વેતા ભટ્ટે જણાવ્યું છે.

આજે સાંજે સાત વાગે ડ્રાઈવ ઈન રોડ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ સામે આવેલા સંજીવ ભટ્ટના ઘરે એક્ટિવિસ્ટ સહિત બસ્સો જેટલા લોકો એકઠા થયા હતા. ઉચ્ચ લેવલેથી જ કાર્યક્ર્મની મજૂંરી આપી દેવાઈ હતી અને ઘાટલોડીયા પોલીસને કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

સરકારે પહેલા કસ્ટોડીયલ ડેથ કેસમાં વિરોધ કર્યો હતો અને એ જ કેસમાં સંજીવ ભટ્ટને સજા થઈ છે. અમે સંજીવ ભટ્ટ અને તેમના પરિવારના સમર્થનમાં છીએ તેમજ સાથે ઉભા રહીશું.

નરેન્દ્ર મોદી અંગે

નરેન્દ્ર મોદીની બહેન – અમૃત અને વસંતી

નરેન્દ્ર મોદીની પત્ની – જશોદાબેન ચિમનલાલ મોદી (તેઓ સાથે રહેતા નથી)

નરેન્દ્ર મોદીના બાળકો  નથી

નરેન્દ્ર મોદી અફેયર – મિસ માનસી સોની – જમીન શિલ્પી બેંગલોર. તેઓ 2005માં કચ્છ જીલ્લાના વિકાસ માટે પસંદગી પામ્યા હતા (નરેન્દ્ર મોદીએ તેમની સાથેના સંબંધોને નકાર્યા છે)

[:]