[:gj]સંવિધાન સમ્માન યાત્રા 2 ઓક્ટોબરથી દાંડીથી શરૂ થશે[:]

[:gj]લોકશાહીમાં નાગરિકોએ પોતાની સર્વોપરિતા માટે સતત જાગરૂત રહેવું જરૂરી છે. જાગૃતિ ફક્ત ચૂંટણીઓમાં મતદાન પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. સ્વતંત્રતા આંદોલને સ્થાપિત કરેલા મૂલ્યો, જે આપણાં સ્વતંત્રતા આંદોલનના લડવૈયાઓએ બંધારણ સ્વરૂપે આપણને સોંપ્યા છે તેનું રક્ષણ અને જતન આપણી લોકશાહીના વિવિધ સ્તંભો નાગરિકો પ્રત્યે જવાબદાર રહે તે માટે મહત્વનુ છે.

નવી અપેક્ષાઓ સાથે આપણે વારંવાર નવી સરકારો બનાવી છે. હાલની સત્તાધીન સરકાર અને તેના પરિવારે પાયાના પ્રશ્નો, સમસ્યાઓ અને સળગતા મુદ્દાઓ પરથી ધ્યાન બીજે વાળવા છેંતરામણા સૂત્રો, બળપ્રયોગ અને ટોળાશાહીને મુક-પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ વરવી વાસ્તવિક્તાઓ જનતા સામે ઉઘાડી પડી ગઈ છે, ગોળી કે લોભથી હવે નાગરિકો વધુ વખત ચૂપ બેસી રહે તેમ નથી.

ખેડુતોની અત્યંત ચિંતાજનક પરિસ્થિતી, દલિતો અને આદિવાસીઓ સાથે નિષ્ઠુર અન્યાય, સર્વવ્યાપી હિંસા અને લોહી તરસ્યા ટોળા, રોજગાર અને કાળા-ધન સંબંધી ખોખલા વાયદાઓ, ઢોલ-નગારા સાથે બાલિશપણે નોટબંદી અને GSTના લેવાયેલ નિર્ણયો, અને લોકશાહીના સ્તંભો, આપણાં બંધારણ, આપણાં પાયાના મૂલ્યો અને સામાજિક તાણાવાણાંને પદ્ધતિસર ખતમ કરવા, કહ્યાગરા-વેંચાયેલ માધ્યમો (અખબાર-ચેનલ-સોશિયલ મીડિયા) અને દબાયેલ ન્યાયતંત્ર છતાં જન-માનસ પોતાનો અવાજ બુલંદ કરશે, કરી રહ્યો છે.

આપણે સાક્ષી છીએ કે હજી પણ ચૂંટણી પ્રક્રિયાઓને પ્રભાવિત કરાઈ રહી છે. સત્તા હાંસલ કરવા ઉત્તરાખંડ, મણિપુર, મેઘાલય, અને ગોવા જેવા રાજ્યોમાં બંધારણીય મૂલ્યોનું સરેઆમ ઉલ્લંઘન, ન્યાયિક પ્રકીર્યાનું ચીર-હરણ, તંત્રનો દૂરપયોગ અને સ્વાયત્ત સંસ્થાઓની વિશ્વસનિયતા અને કાયદાનો રાસ થયો છે. બઁકો  ઉપરનો નાગરિકોનો ભરોસો તૂટ્યો છે, સફેદ-પોશ કૌભાંડકારો નાગરિકોની લોહી-પસીનાની બચત લૂંટી વિદેશ પલાયન કરી ગયા છે અને મજા માણી રહ્યા છે. ભારતની સર્વસમાવેશક સંસ્કૃતિ પાઠ્ય પુસ્તકોમાંથી ભૂંસવામાં આવી રહી છે, ઇતિહાસ નવેસરથી ધાર્મિક ચશ્માથી લખાઈ રહ્યો છે, જે નાગરિકો અને સમુદાયો વચ્ચે અવિશ્વાસ, તિરસ્કાર અને શત્રુતાનું બીજ રોપે છે. ધનાઢ્ય કંપનીઓને ખુશ કરવા સામુદાયિક સંસાધનોની લૂંટ સરળ બનાવવા અનેક પ્રગતિશીલ કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે.  આજે સરકાર પોતેજ બંધારણ અને સંસદીય લોકશાહીનો ઉપહાસ કરી રહી છે.

આપણે દેશના ઈતિહાસમાં અતિ ચિંતાજનક એવા ત્રિભેટે આવીને ઊભા છીએ. દેશને આ પરિસ્થિતિમાંથી ઉગારવાની ઐતિહાસિક જવાબદારી આપણાં ઉપર આવી છે. હવે વધુ મોડુ થાય તે પહેલા બંધારણીય મૂલ્યો અને માનવીય સિદ્ધાંતોનું રક્ષણ કરવાની  જવાબદારી આપણી છે. સામાજિક ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ આધારિત બંધારણીય મૂલ્યોનું સમાજ માનસમાં પુનઃસ્થાપન આજના રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પડકારોનો સામનો કરવા માટે અત્યંત જરૂરી છે. શાંતિપૂર્ણ, લોકશાહી ઢબે અને બંધારણીય સાધનો દ્વારા સમજુ અને સહનશીલ સમાજ ઘડવો એ સમયની માંગ છે. એ સાથે આપણું લક્ષ આર્થિક સમાનતા, પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ, અને કુદરતી સંસાધનોના ઉપયોગ ઉપર નાગરિકોનો અધિકાર પણ છે. આ ભૂમિકા આપણાં બંધારણે આપેલા અને લોકશાહીના મૂલ્યોના રક્ષણ અને પુનઃસ્થાપન હેતુ સાથે જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (NAPM) રાષ્ટ્રવ્યાપી સંવિધાન સમ્માન યાત્રા – આયોજન કરી રહ્યું છે.

યાત્રા ૨ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ દાંડી મુકામે જ્યાં ૧૯૩૦માં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહનો જંગ માંડેલ ત્યાંથી આરંભ થશે.  યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થતી જાહેર સભાઓ, ચર્ચા, જાહેર કાર્યક્રમો, આંદોલનોને ટેકો, હિંસા અને નફરતના ભોગ બનેલા લોકોનું દુખ સાંભળતા, પ્રેમ, શાંતિ અને વિવિધતાનો સંદેશ ફેલાવતી ૧૦ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસે દિલ્હીમાં જન સંસદ સ્વરૂપે સંપન્ન થશે.

આ યાત્રામાં જન-આંદોલનોના પ્રતિનિધિઓ, જાણીતા કર્મશીલો, વિચારકો, અભ્યાસુઓ, વિધાર્થીઓ અને અન્ય લોકો સામેલ થશે. અમે સમવિચારી આંદોલનો, સંસ્થા, સંગઠન, ફોરમ અને વ્યક્તિઓને આ યાત્રામાં જોડાવા અને તેને ટેકો કરવા આમંત્રિત કર્્યા છે

National Alliance of People’s Movements

Gujarat: Anand Mazgaonkar – 9408309197, Krishnakant – 9426608075

National Office – 6/6, Jangpura B, Mathura Road, New Delhi 110014

Mobile : 9867348307 | 9971058735 | E-mail: napmindia@gmail.com[:]