સખી મંડળને બદલે ગાંધીનગરની એજન્સીને કોન્ટ્રાકટ આપતા વિરોધ

July 12th, 2018 ગુજરાત રાજ્ય સરકાર મહિલા સશક્તિ કારણ ના બણગા ની ફૂકે છે અને મહિલાઓ ને પગભર બનવવા સહિતા ના પ્રયાસોની મોટી મોટી વાતો કરે છે પણ એજ મહિલાઓ ને હડધુત કરવાનો,35 થી વધુ પગભર બનેલી મહિલાઓ ને કાઢીમુકવા નો કિસ્સો નર્મદા જીલ્લામા બન્યો છે.

નર્મદા મા સરકાર ના જ પ્રયાસો દ્વારા ગામેગામ સખીમંડળ,સેલ્ફ હેલ્ફ ગ્રુપો સરુ કરી મહિલાઓ મા શસક્તિ કારણ કર્યું જેમને તાલીમો આપી પગભર બનાવ્યા ની મોટી મોટી યોજનાઓ બનાવી પરંતુ નર્મદા ના એક ગૃપનો કોન્ટ્રાક્ટ રદ કરી ગાંધીનગર ના મલેતુજાર ઇજારદારને કોન્ટ્રાકટ આપી દેવાતા મહિલાઓએ હોબાળો મચાવ્યો છે,નર્મદા જીલ્લામા ગોરાના જયમાતાજી સખી મંડળ દ્વારા ગોરા એક્લવ્ય,સગબાર,ડેડીયાપાડા,અને લોલિટૃસી ગર્લ્સ સ્કુલ મા-ચા નાસ્તો ભોજન આપવનો કોન્ટ્રાક ચાલતો હતો.જેઓ છેલ્લા 5 થી 7 વર્ષથી આ સેવા બજાવે છે જેનાથી જીલ્લાના વિવિધ ગામોની 35 જેટલી મહિલાઓ જોડાઇ ને પગભર બની હતી આ કોન્ટ્રાક દર વર્ષે રિન્યુ કરવાનો હોય આ વર્ષે કોન્ટ્રાક કોઇ ગાંધીનગરની એજન્સીને આપી દેવામા આવ્યો અને આ જયમાતાજી સખી મંડળની બહેનોને તેમનો સામન હટાવી લેવા ની સુચના આપવામા અવી જેથી મહિલાઓ રોષે ભરાઇ અને જીલ્લા કલેકટર ને રજૂઆત કરી જીલ્લાની સખી મંડળોની મહિલાઓ ને પ્રાધાન્ય આપવાની વાત કરી છે.

high light-આ બાબતે સખી મંડળની મુખ્ય સંચાલીકા સરોજ તડવી એ જણાવ્યુ હતુ કે,અમે કેટલાય વર્ષોથી બાળકો ની સેવા કરીએ છે,નિયમ મુજબ અમે પણ ટેન્ડર ભર્યુ હતુ પણ ખોલવાનુ હતુ ત્યારે અમને બોલાવવામા અવ્યા નથી અને આ ગાંધીનગરની એજન્સીને સિધો ઓર્ડર આપી સ્થાનીક પ્રાયોજના વહીવટદાર કચેરી અને ગાંધીનગરની કચેરીએ થી માલેતુજારો ને આ કોન્ટ્રાક આપવામા આવ્યો છે, જે ખોટુ છે સ્થાનિક મહિલાઓ ક્યા જસે,જેથી આ કોન્ટ્રાક રદ કરી સખીમંડળોને પ્રાધાન્ય આપો ની માંગ કરી છે.