[:gj]સચિવાલયમાં દીપડો ધુસી ગયો [:]

[:gj]

ગાંધીનગર સચિવાલય ની અંદર ગઈકાલે મોડી રાત્રે એક દીપડો ઘુસી ગયો હોવાના કારણે સમગ્ર સચિવાલયમાં સંપૂર્ણ પ્રવેશ પાબંધી લગાડી દેવામાં આવી છે મળતી વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે 2:00 ગેટ નંબર 7 માંથી એક દિપડો અંદર ઘુસી ગયો હતો પરિણામે રાત્રે સુરક્ષા કરતા કર્મચારીઓને દીપડો હોવાની માહિતી મળતા મોડી રાતથી દીપડાને શોધવાનું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને વન તંત્રની ટીમ મોડી રાતથી જ આ લખાય છે ત્યાં સુધી દિપડા નું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવી છે જોકે હજુ સુધી અંદર ઘૂસેલા દીપડા ની કોઈ ભાળ મળી નથી પરિણામે રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવે છે કે જ્યાં સુધી દીપડો મળે નહીં ત્યાં સુધી સચિવાલયમાં કામ કરતા કોઇ પણ અધિકારી કે કર્મચારી ને પ્રવેશ આપવામાં આવશે નહીં તો બીજી તરફ નવા સચિવાલય ફરતે આવેલા તમામ 8 ગેટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને તમામ કેમ્પસ ઉપર સીલ બંધ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે
 અત્રે ઉલ્લેખનીય છે કે અંતર ઘૂસેલા દીપડા ની ભાળ મેળવવા સીસીટીવી કેમેરા ફૂટેજ ના આધારે પણ શંકાસ્પદ જગ્યાઓનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે

[:]