[:gj]સચિવાલયમાં પ્રવેશ બંધી હટાવવા રાજ્યપાલ સમક્ષ રજૂઆત [:]

[:gj]સચિવાલય પ્રવેશ પ્રતિબંધ હટાવો સમિતિના પ્રતિનિધિઓએ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી છે કે ઘણાં લોકો પર સચિવાલયમાં પ્રવેશ પર વિજય રૂપાણીની ભાજપ સરકારે પ્રતિબંધ મૂક્યો છે જે તુરંત હઠાવવામાં આવે.

કીરીટભાઈ ભાઈલાલભાઈ રાઠોડ, રાજકરશનની ચાલી,ગાંધીનગર સોસાયટી સામે,નિલકી ફાટક પાસે,મુ.પો.વિરમગામ,જી.અમદાવાદ

આવેદનપત્ર

તા. ૦૭/૦૯/૨૦૧

શ્રી.ઓ.પી.કોહલી સાહેબશ્રી,

રાજ્યપાલશ્રી,

રાજભવન,

સેકટર – ૧૦. બી.

ગાંધીનગર.

 

વિષય – સચિવાલય. ગાંધીનગરમાં પ્રવેશ પાસ કાઢવા ઉપર ગેરબંધારણીય રીતે પ્રતિબંધ કરેલ તમામ લોકોને પ્રવેશ પાસ નીકળે તે અંગે ગુજરાત સરકારને કાર્યવાહી કરવા આદેશ કરવા બાબત

માનનીય,

ઉપરોક્ત વિષય પરત્વે આપ સાહેબશ્રીને જણાવવાનું કે, આજરોજ આપ સાહેબને સચિવાલય પ્રવેશ પ્રતિબંધ હટાવો સમિતિના પ્રતિનિધિઓ રૂબરૂ મળી નીચે મુજબની હકીકત રજૂ કરીએ છીએ. અમો હાજર પ્રતિનિધિઓ સામાજિક જાગૃતિ અને માનવ અધિકારના રક્ષણ અને બંધારણના અધિકારો અંગે જાગૃતિનું કામ કરીએ છીએ. અમોએ કોઈ પણ દિવસ કાયદાથી વિપરીત પ્રવૃત્તિ કરી નથી. તેમજ હંમેશા સરકાર પાસે લોકશાહી અને બંધારણની મર્યાદામાં રહીને માનવ અધિકારોના ભંગના બનાવોમાં સરકારના સંબંધિત વિભાગોમાં રજુઆત કરીને અહિંસક લડત ચલાવીએ છીએ.

માનવ અધિકારોના ભંગ અને વિકાસ યોજનાઓના લાભ માટે  જુદા જુદા જુદા  વિભાગો, મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ સચિવાલય, ગાંધીનગર ખાતે જરૂરી કામ માટે અવારનવાર આવવાનું થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કર્મશીલોને સચિવાલયમાં પ્રવેશ માટેના પ્રવેશ પાસ કાઢી આપતા નથી અને જણાવે છે કે તમને ગુજરાત સરકારે બ્લેક લિસ્ટ કરેલ હોઈ તમારા સચિવાલય પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે વાત જાણીને અમને ખૂબ જ આઘાત લાગ્યો છે.

દલિત – આદિવાસી – ઓ.બી.સી – પાટીદાર યુવાનો કર્મશીલો, આગેવાનો જયારે જયારે સચિવાલય, ગાંધીનગરમાં રજુઆત અર્થે પ્રવેશ પાસ કઢાવવા જાય છે. ત્યારે પાસ કાઢી  આપવામાં આવતો નથી અને ઉલટાનું સચિવાલયના પોલીસ અધિકારીઓને સોંપી દઈને  સેક્ટર- ૭ પોલીસ સ્ટેશન લઇ જઈને ગેરકાયદેસર અટકાયત કરી, નજરબંધી કરીને પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવે છે. અને તેમજ વી.વી.આઈ.પી નેતાઓના કાર્યક્રમ સમયે વારંવાર નજર કેદ અથવા ડીટેન કરીને પોલીસ દ્વારા હેરાન  કરવામાં આવે છે.

સચિવાલયમાં પ્રવેશ પ્રતિબંધ હટાવવા માટે અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, ગાંધીનગરને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં સચિવાલયમાં પ્રવેશ પાસ કાઢી આપવામાં આવતો નથી.

સચિવાલય પ્રવેશ બંધી અંગે કિરીટ રાઠોડ ( દલિત કર્મશીલ) દ્વારા તા. ૦૧/૦૬/૨૦૧૮ ના રોજ મુખ્યમંત્રી કાર્યાલયમાં માહિતી મેળવવા RTI ની અરજી કરી હતી. જેમાં ડી.વાય.એસ.પી (સચિવાલય. સલામતી શાખા) ગાંધીનગરે જણાવેલ છે કે સચિવાલયમાં કોઈ પણ વ્યક્તિનાપ્રવેશ પર સરકારે કોઈ પ્રતિબંધ મુકેલ નથી. અને પ્રતિબંધ અંગે કોઈ જ પરિપત્ર કે ઠરાવ કરવામાં આવ્યો નથી. તો કોના હુકમથી અને શા માટે સચિવાલયના પ્રવેશ પાસ કાઢી આપવામાં આવતા નથી ?

ગુજરાત સરકાર દ્વારા દેશના નાગરિકોને મળેલ બંધારણીય અધિકારમાં વાણી અને અભિવ્યક્તિ, ગૌરવથી જીવન જીવવાનો અધિકાર, સમાનતાના અધિકારનો ખુલ્લેઆમ ભંગ કરી રહી છે. અમારા જેવા અનેક અરજદારો,વ્યક્તિઓ, સામાજિક કાર્યકરો ઉપર પણ ગુજરાત સરકાર દ્વારા સચિવાલયમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ કરીને ખુબ જ મોટા પ્રમાણમાં માનવ અધિકારનો ભંગ કરેલ છે.

સામાજિક કાર્યકરો હોઈ સમાજના સવાલોની રજુઆત કરવા માટે અવારનવાર સચિવાલય.ગાંધીનગર આવવાનું થાય છે. જેથી અમોને સચિવાલયમાં પ્રવેશ માટેનો પાસ મળે તે માટે  આપ સાહેબને આદેશ કરવા વિનંતી કરીએ છીએ.

આપ સાહેબશ્રી રાજ્યના બંધારણીય વડા હોઈ આપશ્રીને અમારા બંધારણીય અધિકારોના રક્ષણ કરવા માટે આ રજુઆત કરીએ છીએ અને અમને સૌને બેરોકટોક સચિવાલયમાં પ્રવેશનો અમારો બંધારણીય અધિકાર મળે તે માટેના આદેશો કરવા વિનંતી કરીએ છે.

આ રજુઆત પછી પણ બ્લેકલિસ્ટ કરેલ તમામ પ્રતિનિધિઓને બ્લેકલિસ્ટમાંથી હટાવવામાં નહીં આવે તો આગામી પૂજ્ય ગાંધીજીની ૧૫૦મીની જન્મ જયંતીના અવસરે ૦૨-૧૦-૨૦૧૮ ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય ગાંધીજીના ચરણોમાં અમારા નાગરિક અધિકારો પરત કરીને અહિંસક આંદોલન ચાલુ કરીશું.

આપના વિશ્વાસુ.

સચિવાલય પ્રવેશ પ્રતિબંધ હટાવો સમિતિના પ્રતિનિધિઓ[:]