[:gj]સફેદ મોર કાલોલમાં મળી આવ્યા, અમદાવાદમાં પણ સફેદ રંગના મોર[:]

[:gj]

ગીરનું સફેદ હરણ

અમદાવાદ, 27 ડિસેમ્બર 2019

વેરાવળ રેન્જ મા ફરજ બજાવતાં ફોરેસ્ટ ગાર્ડ હિતેષસિંહ એમ. મેરના મિત્ર મિત્ર બળદેવસિંહ રાઉલજીએ જાણ કરેલી  અજય સૌહાણે વન્યપક્ષી-સફેદ મોર પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ખરસલીયા ગામની સીમમાં જોયા છે. સફેદ બે મોર રેલવે લાઇન નજીકની 3 કિમી ધેરાવ વિસ્તારમાં જોવા મળેલા હતા. જેની ફોટોગ્રાફી તથા વિડિયો રેકોર્ડિંગ કરેલા છે. જે તસવીરમાં દેખાય છે.

મોર ભૂરા, લીલા, સફેદ, જાંબલી, વાદળી, લીલો અને જાંબૂડિયા રંગ હોય છે. મોર મુખ્યત્વે વાદળી રંગનો છે. વાદળી મોર મોટાભાગે ભારત, નેપાળ અને શ્રીલંકામાં જોવા મળે છે. લીલો મોર જાવા, મ્યાનમાર અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. ભારતમાં મોટા ભાગના મોર હરિયાણા, ગુજરાત, તામિલનાડુ અને રાજસ્થાનમાં જોવા મળે છે.

મોર વિવિધ 11 જાતના અવાજ કાઢે છે. તેની ગહેંક કર્ણપ્રિય હોય છે. મેં આવ – અવાજ સૌથી લોકપ્રિય છે. ઢેલનો કર્કશ અવાજ હોય છે. શિકાર ગુનો બને છે.

26 જાન્યુઆરી 1963 ના રોજ મોર ને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો મળ્યો. મોર દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. તેમાં મોર સંપૂર્ણપણે સફેદ પણ હોય છે. આની દુર્લભ પ્રજાતિ ભારત અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આવું જિનેટિક ડિસઓર્ડર (શારીરિક ખોડ)ના કારણે બને છે. , જેમાં પ્રાણીના પિગ્મેન્ટેશન ઓફ કલરેશન બદલી જાય છે અને તે સફેદ થઇ જાય છે. આ ખામીને કારણે શરીરનો રંગ બદલાઈ જાય છે અને તે સફેદ દેખાય છે. આવું અનેક પ્રાણીઓમાં જોવા મળે છે. જેને સાયન્ટિફિક ભાષામાં અલ્બીનો અથવા અલ્બીલીઝમ કહેવામાં આવે છે.

જો તે ગુજરાતમાં અલ્બીનો (અલબિનિઝમ) ઘણાં પ્રાણીઓ જોવા મળે છે. આ વર્ષે જ ગીરમાં સફેદ હરણની જોડી મળી છે. જેણે સિંહ જોવા જતાં પ્રવાસીઓમાં કુતુહલ ઊભું કર્યું છે.  સફેદ હરણ જોવાની ડિમાન્ડ કરી રહ્યાં છે.

વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી.સિંઘે આ અંગે જણાવ્યુ કે, ક્યારેક કોઈ પ્રાણીને જન્મજાત જિનેટિક ડિસઓર્ડર (શારીરિક ખોડ) નામની બીમારી થઇ જાય છેગીરમાં વસતા આ સાબર હરણ સાથે પણ આવું જ થયું છે. પરંતુ આવા કિસ્સા જવલ્લે જ જોવા મળતા હોય છે.

અમદાવાદમાં સફેદ મોર

અમદાવાદના કમલા નહેરું પ્રાણી સંગ્રહાલયમાં રાષ્ટ્રીય પક્ષી મોર 2010થી 8 વર્ષમાં 23 મોર જન્મ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર ડો. આર. કે. શાહુ કહે છે કે, “સફેદ મોરનો જન્મ જિનેટિક ઉણપને લઇ થાય છે. આ મોરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેનું આવરદા પણ ઓછું હોય છે.  સફેદ મોરને સૂર્યના કિરણોના રેડિએશનની અવળી અસર થાય છે. તેથી જ રંગસૂત્રના અભાવ ધરાવતા સફેદ મોરનું ઇનબ્રીડિંગ અટકાવવા રંગબેરંગી મોર અને સફેદ ઢેલ અથવા સફેદ મોરનું સામાન્ય ઢેલ સાથે બ્રિડીંગ કરાવવનો પ્રોજેક્ટ કમલા નહેરું પ્રાણી સંગ્રહાલય હાથ પર લીધો છે. 2010માં અહીં 8 મોર હતા. આજે કુલ 28ની મોરની વસ્તીમાં 20 ઢેલ છે. 2 સફેદ મોર છે.

4થી 6 મોર વજન ધરાવે છે. ઢેલ 3થી 4 કિલો. માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે, મોર તેની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. નર મોર પીંછા ફેલાવે છે. ગોળ ફરી નૃત્ય કરે છે. ઊંચા કરીને ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને “કળા કરી” કહેવાય છે. આનો હેતુ ઢેલ – માદાને બોલાવે છે.

સવાર સાંજ ચારો ચરે છે, વન વગડા, ખેતરમાં ફરીને અનાજનાં દાણા, જામફળ, પ્લમ, સફરજન વગેરે ફળો ઘઉં, મકાઈ, જવ, જુવાર, ફળ, જીવડાં, કીડા, મકોડા, સાપના બચ્ચા, સાપોલીયા, ગરોળી, માછલી, જંતુઓ, પતંગિયા અને નાના સરિસૃપ આરોગે છે. બપોરે આરામ કરે છે. અંગ્રેજીમાં મોરને ‘પિકોક’ ઢેલને ‘પિહેન’ અને તેના બચ્ચાને ‘પીચિક’ કહે છે.

મોરનો આ નાચ જોઈને ઢેલ પસંદ કરે છે. લોકો ગેરમાન્યતા ધારાવે છે કે, મોરના આંસુને ઢેલ પીવે છે તેમાંથી બચ્ચા જન્મે છે. પણ આ વાત સાચી નથી બન્ને સંવનન કરે છે.

જાન્યુઆરીથી ઓક્ટોબરમાં ઢેલ 4થી 7 ઈંડા મૂકે છે. જે 2.7 ઇંચના હોય  છે. રાત્રે ઝાડ પર ઊભા સૂઈ જાય છે. દૃષ્ટિ અને સૂંઘવાની શક્તિ તેજ હોય છે. જંગલમાં મોર 20 વર્ષ સુધી જીવે છે. સલામત સ્થળે 30 વર્ષ જીવે છે. 28 દિવસ પછી બચ્ચા નીકળે છે, 100 ગ્રામ વજન હોય છે. એક દિવસમાં ચાલવા અને ખોરાક શોધવા લાગે છે. 6 ફૂટ લાંબા મોર, જન્મ પછી ત્રણ વર્ષે પૂંછડીમાં 150થી 200 પીછા આવે છે. જે શરીરના 60 ટકા લાંબા હોય છે. ઢેલને પીંછા હોતાં નથી. 16 કિલો મીચરની ઝડપે દોડે છે, ભારે પીંછાના કારણે બહુ ઉડી શકતો નથી. વર્ષમાં ઓગસ્ટમાં પીંછાને કાઢી નાંખી નવા લાવે છે. મોરપીંછના તાંતણામાં સૂક્ષ્મ ક્રિસ્ટલ હોય છે. અલગ દિશામાંથી જોવાથી તેના અલગ રંગ દેખાય છે.

ઘરમાં મોરનાં પીંછા રાખવાથી સુખ અને સમૃદ્ધિ સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મોરના પીંછા  શરીર ઉપરથી નીચે ફેરવીને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. શીખવાની દેવીને પણ ચાહે છે. તેથી, પુસ્તકોમાં મોરના પીંછા રાખવા ખૂબ શુભ માનવામાં આવે છે.[:]