[:gj]સરકારને એક લાખમાં એક મકાન પડે છે, સાવ સસ્તું છતાં બનતા નથી[:]

[:gj]શહેરમાં 2.12 લાખ અને ગામડામાં 1.20 લાખમાં સરકાર એક મકાન તૈયાર કરે છે. જોકે તેમાં જમીન સાવ મફતમાં જોય છે. તેથી આટલી નીચી કિંમત પડે છે. તેમાં જો ભ્રષ્ટાચાર દૂરકરવામાં આવે તો માત્ર રૂ.1 લાખ અને રૂ.2 લાખમાં ઘરવગરના લોકોને મકાન મળી શકે છે.

અમદાવાદ અને વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૪,૫૮૯ આવાસો  રૂ.૩૧૯.૭૬ કરોડના માતબર ખર્ચે નિર્માણ કરવામાં આવ્યા છે.  અમદાવાદમાં ૭૪,૬૪૫ અરજી અને વડોદરા શહેરમાં ૧૩૮૧૩ અરજી એમ મળી કુલ ૯૩,૦૮૭ અરજી મળી હતી. જે 14 ટકા થવા જાય છે. આ અરજીઓમાંથી અમદાવાદમાં ૮,૫૧૨ અરજી અને વડોદરા શહેરમાં ૧૦,૪૦૮ અરજી મળી કુલ ૧૮,૪૦૮ અરજી મંજૂર કરવામાં આવી છે. 

જેમાં અમદાવાદમાં ૮,૫૪૨  આવાસ બનાવવામાં આવી રહ્યા છે. ૩૬૪ આવાસનું નિર્માણ થઇ ચૂક્યું છે. જ્યારે વડોદરા શહેરમાં ૬,૦૪૭ આવાસ સંપર્ણપણે બનીને તૈયાર છે. મકાનો બનાવવામાં અમદાવાદ શહેર પાછળ છે. 

અમદાવાદમાં આવાસોના નિર્માણ માટે રૂ.૬૭.૯૩ કરોડ અને વડોદરા શહેરમાં રૂ.૨૫૨.૮૩ કરોડ એમ બન્ને મળી કુલ રૂ.૩૧૯.૭૬ કરોડના ખર્ચે ૧૪,૫૮૯ આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમ વિધાનસભામાં સરકારે જાહેર કર્યું હતું. 

1.28 લાખ મકાનનું શું થયું

વિભાગના સૂત્રોએ જમાવ્યું હતું કે, 18 જૂલાઈ 2019માં પણ વિધાનસભામાં સરકારે જાહેર કર્યું હતું કે, આ વર્ષે ૧.૨૮ લાખ ઘરો ગ્રામ્ય વિસ્તારમાં બંધીશું. ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અંદાજપત્રની રૂ.૩૩૬૨.૪૯ કરોડની અંદાજપત્ર વખતે જાહેર કર્યું હતું. તે માટે રૂ.૧૪૫૮ કરોડ જોગવાઇ કરી છે. આ યોજના હેઠળ ૨,૦૨,૮૭૧ આવાસો મંજૂર કરાયા છે અને ૧,૮૫,૦૦૦ આવાસો પૂર્ણ કરીને ૨૧૫૭.૨૪ કરોડની સહાય ચૂકવી દેવાઇ છે.

૨૧ હજાર આવાસોના નિર્માણ માટે રૂા.૨૫૦ કરોડની જોગવાઇ કરી છે.  ૪૫૦૦ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂા.૨૦ હજાર લેખે ૯૦૦ લાખ સહાય ચૂકવાઇ છે.

 [:]