[:gj]સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટરો ચોથા વર્ગનાં કર્મચારીઓને અન્યાયની ફરિયાદ[:]

[:gj]અમદાવાદ,તા.18  રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, નગરપંચાયતો, ગ્રામપંચાયતો , જિલ્લા કલેકટર કચેરીઓ તેમજ તમામ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ મેનપાવર સપ્લાય કરતી જુદી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે સરકારમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આઉટસોર્સ એજન્સીઓને છાવરવામાં આવે છે

આ અંગે સૂત્રો જણાવે છે કે એકતરફ જ્યાં રાજ્ય સરકાર લાખો નોકરીઓનું સર્જન કર્યાની વાત કરે છે તો બીજીબાજુ સરકાર દ્વારા જ મહાનગરપાલિકા, નગરપાલિકા, નગરપંચાયતો, ગ્રામપંચાયતો અને જિલ્લા કલેકટર કચેરી, સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટ પ્રથા હેઠળ મોટી મોટી આઉટસોર્સ એજન્સીઓને રીતસર છાવરવામાં આવે છે.

આઉટસોર્સ એજન્સીઓ આ રીતે સફાઈ કામદારો સાથે કરે છે અન્યાય

આ ફરિયાદ મુજબ રાજ્યભરમાં ડી.જી નાકરાણી, એમ જે સોલંકી, ડી.બી એન્ટરપ્રાઇઝ, રાજદીપ, પ્રમુખ એન્ટરપ્રાઇઝ, ઇમ્પ્રેશન એજન્સી, શિવમ એજન્સી જેવી મોટી મેનપાવર સપ્લાય કરતી એજન્સીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ, એ.એસ આઈ.સી  માં લાખો રૂપિયાનો ગોટાળો કરે છે. કર્મચારીઓને યુ.એ.એન નંબર આપતા નથી.  સરકારી હોસ્પિટલો, શાળાઓ, કલેકટર કચેરી, આરોગ્યકેન્દ્રો અને પંચાયતોમાં આયાબેન, વોર્ડબોય, પ્યુન, લિફ્ટમેન , સ્વીપર અને કમ્પાઉન્ડર જેવી વર્ષોથી ખાલી પોસ્ટ ઉપર લોકોને રોજગારી આપવાને બદલે આઉટસોર્સ એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવે છે જે વર્ગ ૪ ની પોસ્ટ માટેના લાયક ઉમેદવારોને અન્યાય છે.  આ અંગે અગાઉ પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થઈ છે. પરંતુ કોઈ ખાસ એક્શન લેવાયા નથી. આ વખતે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરીએ છીએ. જો હવે કોઈ પગલાં નહીં લેવાય તો અમે કાનૂની કાર્યવાહી કરીશું એમ મહામંડળના મહામંત્રી પ્રવીણ સોલંકી જણાવ્યુ હતુ.

સફાઈ કામદારોને હેલ્થ સિકયુરીટી ફોર્સના નામે સંબોધન કરવા માંગ

પ્રવિણ સોલંકીએ જણાવ્યુ હતુ કે સફાઈ કામદાર એ અછૂત જેવો શબ્દ છે આથી સફાઈ કામદારોને હેલ્થ સિક્યુરિટી ફોર્સના નામે સંબોધન કરવામાં આવે. આ સાથે સફાઈકર્મી અને તેના પરિવારજનોને માં અમૃતમ યોજના, આયુષ્યમાંન કાર્ડ જેવી સ્વાસ્થ્ય સેવાના લાભ સાથે તેમને  સારા રહેણાંક, નોકરી અને લઘુતમ વેતનની સુવિધા આપવામાં આવે તેવી સરકારને રજુઆત કરવામાં આવી છે.

 

 [:]