[:gj]સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી [:]

[:gj]રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે  કે પશુઓ માટે વીમો, પાક નિષ્ફળ, સહાય નહીં મળે. 

અછતની સિૃથતિનું મોનિટરીંગ કરવા માટે એક ખાસ સમિતિની રચના કલેકટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવે છે, જે હવે માત્ર 14 તાલુકામાં જ ઓછો વરસાદ રહ્યો છે. ચોમાસુ પુરું થતાં જ તે હવે અછતગ્રસ્ત કે દુષ્કાળ ગ્રસ્ત નહીં રહે. ચોમાસુ પરુું થવાને હજું ઘણાં દિવસોનો સમય છે. તેથી 14 તાલુકામાં 125 મી.મી.થી ઓછો વરસાદ નહીં રહે એવું મહેસુલ વિભાગના અધિકારઓ માની રહ્યાં છે.

સરકારના નિયમ પ્રમાણે 1 ઓક્ટોરબર બાદ અછત જાહેર કરાતી હોય છે. ત્યાં સુધીમાં આ 14 તાલુકાઓમાં 5 ઈંચથી વધું વરસાદ પડી ચૂક્યો હશે એવા અનુમાન સાથે મહેસુલ વિભાગે નિરાંત અનુભવી છે. 

વહિવટી તંત્ર અને રાજ્ય સરકાર પીવાના પાણી, પશુધન માટે ઘાસ અને પાણી, ઢોર દીઠ ઘાસની સબસિડી, ઘાસચારામી ખરીદી અને મોનિટરીંગ કરવું નહીં પડે. કલેકટર, પદાધિકારી, મહાજન અને માલાધારીને સમાવતી એક સમિતીની રચના થશે નહીં અને દર ૧૫ દિવસે કે એક મહિને વિશેષ બેઠક નહીં કરાય.

સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ 55 ટકા વરસાદ થયો છે. 

રાજ્યમાં દર 3 વર્ષે પડતો દુકાળ

ગુજરાતમાં હવામાન એ ભિન્ન છે. ગુજરાત એ કૃષિ ક્ષેત્ર માટે આઠ ઝોનમાં વહેંચાયેલું છે. જેમાં ઝોન આધારિત પાકની સ્થિતિ અલગ છે. રાજ્યમાં દર 3 વર્ષે દુકાળ પડે છે. ગયું વર્ષ દુકાળનું હતું. જેને પગલે 76 ટકા જ વરસાદ વરસતાં  ખેડૂતો માટે અછતની સ્થિતિ હતી.

૫ ઈચથી ઓછો વરસાદ હશે ત્યાં પણ અછત હોય છે

મુખ્ય પ્રાધાને કચ્છને ગયા વર્ષે કચ્છના 10 તાલુકામાંથી 6 તાલુકામાં 5 ઈંચાથી ઓછ વરસાદ નોંધાયો છે. તેથી તે જિલ્લાના આ તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કરવા સાથે રાજ્યના જે તાલુકામાં પાંચ ઈંચાથી ઓછો વરસાદ થયો હશે ત્યાં અછત જાહેર કરવાની પૂરતી સમીક્ષા કરી હતી. 125 એમ.એમ.થી ઓછુ પાણી પડયુ હશે ત્યાં અછત અમલી બનાવાશે તેમ જાહેર કરાયું હતું. ૧લી ઓક્ટોબર 2018માં કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર કર્યો હતો. અછતને લગતી તમામ યોજનાઓ કચ્છના બાધા તાલુકાને લાગુ પડાઈ હતી. ત્યાર બાદ રાજ્યના બીજા 58 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા.

મોદીએ ગુજરાતને અન્યાય કર્યો હતો

કેન્દ્ર સરકારે અછત રાહત આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા. ઈ.સ. 2018-19 માં કેન્દ્ર સરકાર પાસે રૂ.3370 કરોડની માગ ગુજરાતે અછત માટે કરી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ચૂકવાઈ નથી. નિયમ પ્રમાણે એનડીઆરએફ હાઈલેવલની કમિટીમાં 127.60 કરોડ સહાય મંજુર કરાઈ હતી. પરંતુ એસીઆરએફના નિયમ પ્રમાણે એકપણ રૂપિયાની સહાય આપી ન હતી.

૨૦૧૫માં અર્ધ અછત જાહેર થઈ હતી

વર્ષ ૨૦૧૫માં અબડાસા, લખપત, ભુજ અને રાપર તાલુકામાં વરસાદ ઓછો પડયો હતો. તે સમયે 400થી વધુ ગામોમાં પીવાના પાણી માટે ટેન્કર દોડાવાયા હતો તો ઘાસચારા માટે પણ રેલ માર્ગે વ્યવસૃથા કરવામાં આવી હતી.[:]