[:gj]સરકારી મિલકતો વેરો ચૂકવતી નથી ને પ્રજાની મિલકતોની હરાજી [:]

[:gj]અમદાવાદ, 15 જાન્યુઆરી 2020

અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની અને રાજય સરકારની મળીને દસ હજારથી વધું મિલકતો પેટે રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની ર૮૮ મિલકતો છે. રાજય પરીવહન નિગમની ૧ર૯૪ મીલકતોની ઈ.સ. ર૦૧૭-૧૮માં તેના બાકી ટેક્ષની રકમ રૂ૪.પ૬ કરોડથી વધીને અત્યારે રૂ.સાત કરોડ થઈ ગઈ છે. રાજય સરકારની અન્ય પ૬૯ મિલકતોના બાકી ટેક્ષની રકમ રૂ.૪૦ કરોડ કરતા વધારે છે.

સરકાર પોતાની મિલકતોના વેરા ચૂકવતી નથી પણ શહેર સત્તાવાળાઓ પ્રજાની મિકલતોની હરાજી કરે છે અને સરકારની મિકલતોના 18 ટકા વ્યાજ લેતી નથી.

પોલીસ વિભાગની ૩૭૩૪ મિલકતોનો બાકી ટેક્ષ રૂ.ર૦ કરોડ થાય છે.

એરપોર્ટ ઓથોરીટીના બાકી મિલ્કત વેરાની રકમ રૂ.૨૨ કરોડ છે.

પોસ્ટલ વિભાગની૧૦૬મિલકતો ના ટેક્ષ પેટેરૂ.૭.પ૦ કરોડ ની વસુલાત બાકી છે.

રેલવે વિભાગ પાસે મિલકતવેરા પેટે રૂ.૧૭ કરોડ કરતા વધુ રકમના લેણા બાકી છે. મણિનગર, વટવા, સાબરમતી, સરદારનગર, ચાંદલોડીયા સહીતના રેલવે મથકો તથા અન્ય મિલકતો પેટે રૂ.રપ કરોડના મિલકતવેરો બાકી છે. વ્યાજ સાથે ગણવામાં આવે તો તે રકમ પચાર કરોડ થઈ શકે છે.

ચાલુ નાણાંકીય વર્ષની આકારણી સાથે રેલવે ખાતા પાસે રૂ.ર૦ કરોડના બાકી લેણા હોવાનું ટેક્ષખાતાના સુત્રોએ જણાવ્યું હતું. ર૦૧ર-૧૩માં કાલુપુર રેલવે સ્ટેશનની આકારણી રૂ.૮૯ લાખ કરવામાં આવી હતી. ત્યારબાદ ર૦૧૩-૧૪ થી દર વર્ષે નિયમિત પ્રોપર્ટી ટેક્ષના બિલો રેલવે વિભાગને મોકલવામાં આવે છે. પરંતુ હજી સુધી રાતીપાઈ પણ મિલ્કતવેરા પેટે ભરપાઈ કરી નથી. જેના કારણે માત્ર રેલવે વિભાગ પાસે મિલ્કતવેરા પેટેની બાકી રકમ રૂ.૧૬.૨૫ કરોડ થઈ ગઈ છે.

દક્ષીણ ઝોન

મણીનગર અને વટવા રેલવે સ્ટેશન તથા અન્ય મિલકતો પેટે રૂ.૧.૮૭ કરોડ બાકી છે. દક્ષિણઝોનમાં રેલવેની ૨૧૧ મિલકતો છે.

ઉત્તરઝોન

૮૭ મિલકતો પેટે રૂ.૧.૬૨ કરોડ પૂર્વ ઝોનની ર૧ મીલકતો પેટે રૂ.૩.૩૦ લાખ

પશ્ચિમઝોન

૩૦૪ મિલકતો પેટે રૂ.૧.૭૪ કરોડ અને નવા પશ્ચિમઝોનની ર૪ મિલકતો પેટે રૂ.૩૯.૮૦ લાખ બાકી છે.

મધ્યઝોન

૧૯ મિલકતો નો બાકી ટેક્ષ રૂ.૧૦.૫૩ કરોડ છે. ર૦૧૮-૧૯ માં રેલવે વિભાગ ના બાકી મિલકતવેરાની રકમ રૂ.૧૧.૬૯ કરોડ હતી.

મુંબઈ મહાનગરપાલિકાએ એરપોર્ટ ઓથોરીટી, પાસપોર્ટ કચેરી તેમજ રેલવે વિભાગની મિલકતો વસુલ કરવા માટે સુપ્રિમકોર્ટમાં રીટ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે અંદાજે ૧૮ લાખ મિલકતનાં તે બીલ આપવામાં આવે છે.  રૂ.૧૦પ૦ કરોડ વેરા પેટે મળવી જોઈએ તેના બદલે ૮૦ ટકા ટેક્ષની વસુલાત થાય છે. મિલકતવેરાની જુની બાકી રકમ રૂ.૧૦૦૦ કરોડ છે. જેમાં પ૦ ટકા કરતા વધુ રકમ વ્યાજની છે.[:]