[:gj]સરખેજમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, તંત્રનાં તમામ દાવાઓ પોકળ[:]

[:gj]શહેરમાં શનિવારે વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદ બાદ પૂરા થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં સાડા સાત ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ પાંચ ઈંચ ઉપરાંતના વરસાદને પગલે ૪૭ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ૧૪૩ વૃક્ષો ધરાશાયી થયા છે. મ્યુનિ.તંત્ર દ્વારા કરાયેલા તમામ દાવાઓ સામે વાસ્તવિકતા એ છે કે, બાર કલાક પછી પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરી શક્યા નથી.શહેરમાં ૨૪ કલાકમાં સરેરાશ ૧૨૭.૬૬ મી.મી.વરસાદની સાથે સિઝનમાં ૪૬૬.૮૪ મી.મી.(૧૮.૩૮ ઈંચ ) વરસાદ થયો છે.

અમદાવાદ શહેરમાં ૯ ઓગસ્ટની રાત્રે આઠથી શનિવારે સવારે પુરા થતા બાર કલાકમાં સરખેજ વિસ્તારમાં ૧૯૪ મી.મી., ગોતા વિસ્તારમાં ૧૪૬ મી.મી., બોડકદેવમાં ૧૩૨.૫૦ મી.મી., પાલડી વિસ્તારમાં ૧૨૫ મી.મી., ઉસ્માનપુરા વિસ્તારમાં ૧૧૭ મી.મી, ચાંદખેડામાં ૧૧૭ મી.મી., રાણીપમાં ૧૧૭ મી.મી., દૂધેશ્વરમાં ૧૧૬.૫૦ મી.મી., દાણાપીઠ વિસ્તારમાં ૧૧૫ મી.મી., મણિનગરમાં ૧૧૫.૫૦ મી.મી. વરસાદ થયો હતો. વટવામાં ૯૩ મી.મી., ચકૂડિયા વિસ્તારમાં ૧૦૨.૫૦ મી.મી., ઓઢવમાં ૯૧.૫૦ મી.મી., વિરાટનગર વિસ્તારમાં ૯૦.૫૦ મી.મી., મેમ્કો વિસ્તારમાં ૮૯ મી.મી., નરોડા વિસ્તારમાં ૮૧.૫૦ મી.મી., કોતરપુર વિસ્તારમાં ૭૦ મી.મી. જેટલો વરસાદ થયો હતો.

શહેરમાં પડેલા ભારે વરસાદને પરિણામે ૪૭ જેટલા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના સાત ઝોનમાં ૨૪ કલાકમાં ૧૪૩ જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા છે. શહેરમાં સતત વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પંપની મદદથી પાણીનો નિકાલ કરાયાનું આશ્વાસન આપનારા તંત્રને મોટી લપડાક પૂર્વના વિસ્તારોમાં પડી છે. અજિત મિલ ચાર રસ્તા પાસે શનિવારે સવારે પડેલા વરસાદ બાદ બાર કલાક પછી પણ વરસાદી પાણી ઓસરી શક્યા ન હતા.

વાસણા બેરેજની ૧૨૬.૨૫ ફૂટની સપાટી

અમદાવાદમાં શનિવારે વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટાગોર કંટ્રોલરૂમ ખાતે દોડી ગયા હતા. જ્યાં ભારે વરસાદથી પશ્ચિમના પાલડી, વાસણા સહિતના વિસ્તારોમાં પાણી બેક મારતા હોવાની વ્યાપક ફરિયાદો બાદ વાસણા બેરેજના દરવાજા ખોલી વરસાદી પાણીનો નિકાલ કરાયો હતો. શનિવારે બેરેજની પાણીની સપાટી ૧૨૬.૨૫ ફૂટ નોંધાઈ છે. નર્મદા મુખ્ય કેનાલમાંથી ૯૬૪૧ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નદીમાં ૯૦૧૦ ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે. બેરેજના ગેટ નંબર-૨૬, ૨૭ અને ૨૮ પાંચ ફૂટ અને ગેટ નંબર-૧૯, ૨૧ અને ૨૩ બે ફૂટ છ ઈંચ તથા ગેટ નંબર-૨૬ ત્રણ ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

શહેરમાં ક્યાંકેટલો વરસાદ
ઝોન ૨૪ કલાકમાં વરસાદ કુલ વરસાદ (મી.મી.)
પૂર્વ ૧૦૧.૫૨ ૪૫૧.૧૬
પશ્ચિમ ૧૨૬.૭૮ ૪૬૦.૫૦
ઉ.પશ્ચિમ ૧૪૬.૦૦ ૩૯૮.૮૪
દ.પશ્ચિમ ૧૯૯.૫૦ ૬૩૯.૦૦
મધ્ય ૧૨૨.૦૦ ૪૨૩.૦૦
ઉત્તર ૮૭.૮૨ ૪૦૨.૩૭
દક્ષિણ ૧૧૦.૦૦ ૪૯૩.૦૦
સરેરાશ ૧૨૭.૬૬ ૪૬૬.૮૪
ક્યાંકેટલી ફરીયાદ
ઝોન ઝાડ ભૂવા ભયજનક મકાન પાણી ભરાયા
મધ્ય 23 03 02
પૂર્વ 04 02 19
પશ્ચિમ 40 01 05
ઉ.પશ્ચિમ 33 06
દ.પશ્ચિમ 14 01 04
ઉત્તર 19 07
દક્ષિણ 10 01 04

[:]