[:gj]સરપંચને છોડાવવા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્પયા [:]

[:gj]June 24th, 2018 કેવડિયા કોઠી ગ્રામ પંચાયતના સરપંચને જુગાર ના કેશમાં પોલીસે ઝડપી માર મારતા ત્રણ ગામો સ્વયંભૂ બંધ પાડી સજ્જડ વિરોધ કરવા માં આવ્યો જેમાં કેવડિયા કોલોની ખાતે મહિલામંડળો અને ગ્રામજનો સરપંચને બચાવવા રસ્તાપર ઉતરી પડ્યા અને પોલીસ ની કામગીરી સામે રોષ વ્યક્ત કરી પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.

નર્મદા જિલ્લાના સમશેરપુરા ગામે નર્મદા LCB પોલીસે રેડ કરતા જેમાં કેવડિયા કોઠી ગામના સરપંચ ભીખા તડવીનું નામ હોવાની વાતે પોલીસે સરપંચ ને બોલાવી જવાબો લઇ માર મારવામાં આવ્યો,બાદમાં પોલીસે લોકઅપ માં મૂકી દીધા જેથી ગ્રામજનો ને ખબર પડતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા, ગરુડેશ્વર અને દેવલિયા ગામો ના લોકોએ સ્વયંભૂ બંધ પાડી રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા.અને કેવડિયા આંબેડકર ચોક ખાતે ભેગા થઇ પોલીસની નીતિ વિરોધી સુત્રોચાર કરી સરપંચ ને છોડીમૂકવા માંગ કરી હતી.જેમાં કેવડિયાની ભગિની સમાજ મહિલા મંડળ પ્રમુખ જયશ્રી ધામેલ,જ્યોત્સના તડવી, અયલેન્દ્રસિંહ ગોહિલ,ઉમંગ શાહ,જયપ્રકાશ તડવી,અનિલ તડવી,રણજિત તડવી,અશોક તડવી,સહીત મહિલા આગેવાનો સાથે ગ્રામજનો પણ રસ્તા પર ઉતરી પડ્યા હતા.અને અમારા સરપંચ ને છોડો ની માંગ સાથે જો પોલીસ સરપંચ ભીખભાઈ ને નહિ છોડે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.[:]