[:gj]સર્વેક્ષણ કે અનુમાનો પર પ્રતિબંધ, પક્ષ બેઠકો જીતવાનો દાવો કરે તો માન્ય ![:]

[:gj]મતદાન સર્વેક્ષણ (Exit Poll) તથા અનુમાનો (opinion poll) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પણ હાલ કે મતદાનના દિવસે કોઈ રાજકીય પક્ષ દાવો કરે કે તેમને આટલી બેઠકો મળશે તો તે એક પ્રકારનું અનુમાન છે અને સર્વેક્ષણની વ્યાખ્યામાં પણ લઈ શકાય તેમ છે. તેમ છતાં તેના ઉપર કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો નથી. રાજકીય પક્ષોને છૂટ પણ ટીવી, વેબસાઈટ, સોશિયલ મિડિયા કે છાપા આવું ન કરી શકે તે બંધારણીય અસમાનતા છે.

ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્હીના તા.૦૭/૦૪/૨૦૧૯ના જાહેરનામાથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ના સંદર્ભમાં મતદાન અંગેના સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણ ના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૧૨૬(એ) ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધ મુકવામાં આવેલ છે જે પ્રતિબંધનાં સમયગાળો તા.૧૧/૦૪/૨૦૧૯ (ગુરૂવાર) ના સવારના ૭-૦૦ વાગ્યાથી તા.૧૯/૦૫/૨૦૧૯ (રવિવાર) સાંજના ૬-૩૦ વાગ્યા દરમ્યાન રહેશે.
મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (Opinion Poll) સહીતની કોઈપણ ચૂંટણી સબંધી બાબત કોઈપણ ઈલેકટ્રોનિકસ માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ છે. (એટલે કે ગુજરાત રાજય સંદર્ભે આ પ્રતિબંધ તા. ૨૧/૦૪/૨૦૧૯ સાંજે ૬-૦૦ વાગ્યાથી તા.૨૩/૦૪/૨૦૧૯ સાંજે ૬-૦૦ વાગ્યા દરમ્યાન રહેશે)[:]