[:gj]સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પેન્ડ કરવા માંગણી [:]

[:gj]અમદાવાદ,તા.૨૬
શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં એ સમયે દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા હાલના કોંગ્રેસના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર બદ્દરૂદીન ગુલામમોહ્યુદીન શેખ માટે ઈસનપુર વોર્ડમાંથી મત ખેંચી લાવવા કામ કર્યુ હતુ.બાદમાં તેઓ ભાજપમાંથી ટીકીટ મેળવીને  કોર્પોરેટર બન્યા હતા.આથી ભાજપે માત્ર તેમને કોર્પોરેટર તરીકે જ નહીં પરંતુ પક્ષના કાર્યકર તરીકે પણ સસ્પેન્ડ કરવા નિર્ણય કરવો જાઈએ.

કોર્પોરેટરની પ્રતિક્રીયા.. 

ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને સસ્પેન્ડ કરવાની ઘટના બાદ તેમની સામે ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહમભટ્ટનુ કહેવુ છે,ભુતકાળમાં તે બદ્દરૂદીનના પી.એ.તરીકે કામ કરતા હતા.કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ આ તેની પ્રથમ ટર્મ હતી.

કોંગ્રેસમાંથી ભાજપમાં લવાયેલા સામે ઉગ્ર નારાજગી..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૧૯૯૫થી વર્ષ-૨૦૦૦ અને વર્ષ-૨૦૦૫થી આજદીન સુધી ભાજપ સત્તામાં છે.આમ છતાં ભાજપની નેતાગીરી દ્વારા મજબુત હોવાની વાતને આગળ કરીને કોંગ્રેસના મુળ એવા કોર્પોરેટરોને પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.જે સામે પક્ષમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.શહેરના ઉત્તરઝોનમાં એક સમયે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવતા મહીલા કોર્પોરેટર સામે ગેરકાયદેસર બાંધકામોમાં હપ્તા લેવાના આક્ષેપો થયા હોવા છતાં તેમને પક્ષે ટીકીટ આપી કોર્પોરેટર બનાવ્યા છે.આ મહીલાના પતિ દ્વારા ઉત્તરઝોનમાં અનેક ગેરકાયદેસર બાંધકામોમાં રોકડી કરવામાં આવતી હોવાનું બહાર આવવા પામ્યુ હતુ.ઉપરાંત પૂર્વના વિસ્તારમાં કેમીકલ એકમો પાસેથી રોકડી કરવામાં વગોવાયેલા કોંગ્રેસના કોર્પોરેટરને ભાજપમાં પ્રવેશ આપવામાં આવતા તેમની સામે પણ નારાજગી જાવા મળી રહી છે.મુળ ભાજપ માટે આખી જીંદગી ઘસી નાંખનારા કાર્યકરોમાં પુલકીત વ્યાસ જેવા કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવેલા કોર્પોરેટરો સામે ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.

 [:]