[:gj]સાગી લાકડા ચોરવાનું કૌભાંડ, તપાસ અધુરી[:]

[:gj]વઘઇ તાલુકા ના કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પર આવેલા ઢુઢુનિયા ગામ પાસેથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા ભરેલો છોટા હાથી ટેમ્પો ઝડપી પાડી કુલ 2.20 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પણ હજું તેની જોઈએ એવી તપાસ થઈ નથી. ઉંડી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

મળતી માહિતી મુજબ કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી ઉત્તર ડાંગ વન વિભાગ ના ડીએફઓ ને મળેલ હતી જે બાતમી ને આધારે કાલીબેલ વન વિભાગ ના આરએફઓ મોદી તેમજ વનકર્મીઓની ટીમેઓએ કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પર નાઇટ પેટ્રોલીંગ આરંભ્યું હતુ તે દરમિયાન મધરાતી ના બે વાગ્યે ના સુમારે કાલીબેલ પીંપરી માર્ગ પરથી એક શંકાસ્પદ છોટા હાથી ટેમ્પો નંબર GJ-07-VW-9342 પસાર થતો દેખાતા વનકર્મીઓએ ટેમ્પા રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ટેમ્પો ચાલકે વનકર્મીઓને જોઈ સાગી લાકડા ભેરેલો ટેમ્પો પુર ઝડપે હંકારી લઇ જતા શંકાસ્પદ લાગેલ છોટા હાથી ટેમ્પા નો કાલીબેલ વનકર્મીઓ ફિલ્મ ઢબે પોછી કર્યો હતો.ગેરકાયદે સાગી લાકડા ભરેલ ટેમ્પો ચાલકે પકડાઇ જવાના ડર થી ટેમ્પો ઢુઢુનિયા ગામ નજીક રસ્તા પર જ મુકી અંધારો નો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.વન વિભાગ ની ટીમે છોટા હાથી ટેમ્પા ની તલાસી લેતા ટેમ્પા ની અંદર થી ગેરકાયદે 09 નંગ 1.642 ધન મીટર સાગી ચોરસા મળી આવ્યા હતા જેની કિમત રૂ 70 હજાર અંકાઇ હતી જયારે ટેમ્પા ની કિ.રૂ 1.50 લાખ મળી કુલ 2.20 લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કાલીબેલ આરએફઓ મોદી એ લાકડા ચોર ટોળકી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.[:]