[:gj]સાત દિવસ બાદ મહેસાણા-જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો[:]

[:gj]મહેસાણા, તા.૧૯

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બુધવારે અસહ્ય બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જેમાં સાત દિવસ બાદ મહેસાણા અને જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ તેમજ ઊંઝામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજાપુર અને વિસનગરમાં ઝાપટાં પડ્યાં હતાં. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ઝાપટું પડ્યું હતું.ત્તર ગુજરાતમાં 1.4 ડિગ્રીના ઘટાડા સાથે બુધવારે તાપમાનનો પારો 35.6 ડિગ્રીએ પહોંચ્યો હતો, જયારે ભેજનું પ્રમાણ 83થી 58 ટકા રહ્યું હતું. જેને કારણે દિવસભર બફારો અનુભવાયો હતો. દરમિયાન સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પોણા કલાકમાં મહેસાણા અને જોટાણામાં એક ઈંચ, ઊંઝામાં અડધો ઇંચ વરસાદ પડતાં રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં હતાં. વિજાપુર અને વિસનગરમાં પણ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મહેસાણા શહેરમાં પોણા કલાકમાં એક ઇંચ વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી ભરાઇ ગયાં હતાં. સાંજના 5 વાગ્યા સુધી વરસાદમાં ગોપીનાળાના વળાંકમાં વાહનોનો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

સાબરકાંઠામાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

 [:]