[:gj]સાપની કિંમત 1.25 કરોડ[:]

[:gj]મધ્યપ્રદેશના રાજગઢના નરસિંહગમાં પોલીસે પાંચ તસ્કરોને પકડ્યા છે અને તેમની પાસેથી રૂ.1.25 કરોડની કિંમતનો લાલ રેતી બોઆ – red sand boa – ગુજરાતીમાં આંધળી ચાકણ – સાપને બચાવી લીધો છે. રવિવારે પાંચ તસ્કરો આ મોંઘા અને લુપ્ત થતા સાપને બજારમાં વેચવાના હતા. તે બે-ચહેરો સાપ છે અને તે ઝેરી નથી.

બે ચહેરાવાળા સાપની દાણચોરી કરવા પકડેલો ડબલ-ફેસ સાપ મળી આવ્યો હતો, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 1.25 કરોડ રૂપિયા છે. સાપ મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાંથી ખરીદ્યો હતો, તેના સાથીઓ સાથે નરસિંહગઢમાં તેને વેચવા આવ્યો હતો.

ઉપયોગ

સાપનો ઉપયોગ દવાઓ, કોસ્મેટિક્સ અને બ્લેક મેજિક બનાવવા માટે કરવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં, એવું માનવામાં આવે છે કે આ સાપ લોકોના નસીબને ચમકાવે છે. ઘરની સંપત્તિમાં વધારો કરે છે. આ પ્રજાતિના સાપનો ઉપયોગ દવાઓ અને સૌદર્ય પ્રસાધનો બનાવવા માટે કરવામાં આવે છે. અને આજ કારણ છે કે તેની આંતરાષ્ટ્રીય માર્કેટમાં વધારે માંગ છે. તેથી જ ઘણા લોકો તેને તેમની સાથે રાખવા માંગે છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીના નામ પવન નગર અને શ્યામ ગુર્જર છે.

તાંત્રીકો કાળ બનાવે છે

ભારતમાં આંધળી આસ્થાનો ભોગ બનેલું છે. તાંત્રિકો દ્વારા રેડ સેન્ડ બોઆની તસ્કરી ખૂબ વ્યાપક પ્રમાણમાં થતી હોય છે. તાંત્રિકોના માર્કેટમાં રેડ સેન્ડ બોઆનો ભાવ લાખો રૂપિયા બોલાય છે. તંદુરસ્ત અને વજન વાળી હોય તેમ તેની સારી કિંમત મળે છે.

તે આંધળી નથી

આ સાપને ખોટી રીતે આંધળી ચાકળ કહેવાય છે, તેની ધીમી ગતિને લીધે તે આંધળો હોય તેવું લાગે છે, પણ તેવું નથી, હિન્દીમાં તો દો મુંહા કહે છે. જે ખોટી વિગતો છે. સાપની કાચળીને લગતી, નાગમણી, ઇચ્છાધારી નાગ, બે મોઢાવાળા નાગ તેમજ સાપ દૂધ પીવે છે તેવી લોકોમાં ગેરમાન્યતા રહેલી છે તે દૂર થવી જોઇએ.

6 બચ્ચાને જન્મ આપે છે

માતા આંધળી ચાકણ એક વખતમાં ઓછામાં ઓછા છ બચ્ચાને જન્મ આપે છે. આંધળી ચાકણ જૂનની જન્મેલા બચ્ચાની લંબાઈ આશરે ૨૨ સે.મી જેટલી હોય છે. લંબાઈ આશરે ૨.૪૫ ફૂટ જેટલી હોય છે. ઘણી વખત ૧ મીટર (૩.૨૫ ફૂટ) સુધીની હોય છે. શરીરનું બંધારણ સામન્ય અને પૂંછડી લગભગ મોઢા જેવા આકરાની હોય છે. મોઢુ કાચડી-ભિંગડાવાળુ તથા એક ચોક્ક્સ પ્રકારની પૅટર્ન ધરાવે છે. તેનું મોઢું પાવડાના આકાર જેવું હોય છે. જેથી તેનું મોઢુ તથા પૂંછડી એક સમાન લાગે છે. જે રેઆંધળી ચાકણને ઓળખાવાનું સરળ માધ્યમ છે. રેડ સેન્ડ બોઆની શરીરની ત્વચના રંગમાં વૈવિધ્ય જોવા મળે છે.આંધળી ચાકણના શરીરનો રંગ રાતો-ઘઉંવર્ણો, ભૂખરો તથા પીળાશ પડતો કાળો હોય છે. તેનો સ્વભાવ વિનમ્ર છે. આંધળી ચાકણઆ આળસુ જીવ છે. ખતરાનો અનુભવ થતા શરીરને સર્પિલ આકાર આપે છે એટલે કે પોતાના શરીરને ગોળ વીંટીને મોઢાને છૂપાવી લે છે અને પૂંછડીને ઊંચી કરીને ચેતવણી આપે છે.

રણ પ્રદેશનું પ્રાણી

તેનું રહેઠાણ સૂકા વિસ્તારો,રણપ્રદેશ,પથરીલા મેદાનો વગેરે સૂકા વિસ્તારો છે. રેતાળ તથા રણ કે સૂકા પ્રદેશોમાં રેતી અને પથ્થરો પર તે સરળતાથી સરકી શકે છે. સમાન્ય રીતે રેતાળ પ્રદેશમાં દર બનાવી રહે છે. તેનો ખોરાક નાના સ્તન ધરાવતા પ્રાણીઓ છે. ઉંદર, ખિસકોલી, સસલુ, છછૂંદર. ઉંદરો તથા છછૂંદરોના દરોમાં જઈને શિકાર કરે છે.

ક્યાં જોવા મળે છે ?

પાકિસ્તાન,ભારત,નેપાળ તથા દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. ભારતમાં રેડ સેન્ડ બોઆ સૌથી વધૂ જોવા મળે છે. ભારતમાં ગુજરાત, તમિલનાડુ ,આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા ઉત્તર-પશ્ચિમના મોટાભાગના સુકા વિસ્તારોમાં જોવા મળે છે.

ઉમરગામ

ઉમરગામના સોલસુંબા ગામ ખાતે મેહતા ઉચ્ચ શાળાની સામે શોપિંગ સેન્ટરની આસપાસ કે22 ડિસેમ્બર 2019માં લોકોને બે મોઢા વાળો રેડ સેન્ડ બોઆ દુર્લભ સાપ દેખાતા લોકો આશ્ચર્ય ચકિત થયા હતા.

રાજકોટમાં બે કરોડનો શોદો

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોને રાજકોટમાં અમુક લોકો ગેરકાયદેસર રીતે પ્રાણીઓની દાણચોરી કરતા હોવાની માહિતી મળતા મુંબઇથી એનિમલ વેલ્ફેર સોસાયટી, અમ્મા કેર ફાઉન્ડેશન અને પ્લાન્ટ એન્ડ એનિમલ્સ વેલ્ફેર સોસાયટીના સભ્યોએ રાજકોટમાં સાપનું વેચાણ કરતા બે શખ્સ સાથે 18 સપ્ટેમ્બર 2018માં સોદો કર્યો હતો. સમાન્ય કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતો બન્ને બાજુ મોં ધરાવતો (રેડ સેન્ડ બોઆ) સાપનો બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો.  સાપની ડિલિવરી આપવા માટે રાજકોટમાં મુંબઇના ગ્રાહકોને બોલાવ્યા હતા.  ધરપકડ કરી સ્ટેટ ફોરેસ્ટને સોંપ્યા હતા. ભારતમાં આ સાપનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં મોટા પ્રમાણમાં તેની દૃાણચોરી થાય છે.

નવેમ્બર 05, 2019 મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી પોલીસે કિંમત અંદાજીત 50 લાખ રૂપિયાનો સાપ પકડી પાડ્યો હતો.[:]