[:gj]સાબરકાંઠા વરસાદી માહોલ વચ્ચે ઉકળાટ અથાવત.[:]

[:gj]સાબરકાંઠા જીલ્લામાં બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાને લીધે વરસાદ થવાની આશા બંધાઈ છે પરંતુ ગુરૂવારે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આખો દિવસ ઉકળાટ યથાવત રહ્યો હતો. વરસાદ ખેંચાવાના કારણે ગામડાઓમાં એકતરફપાક મુરઝાઈ રહ્યો છે તો બીજી તરફ પીવાના પાણીની પણ બુમરાણ મચી રહી છે.

સાબરકાંઠામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા રિસામણા મનામણા કરી રહ્યા હોવાને કારણે મૂંગા પશુઓ તથા પંખીઓ અને ખેડુતોએ વાવેતર કરેલ પાક મુરઝાઈ રહ્યો છે વરસાદ ન પડવાને કારણે દિનપ્રતિદિન ભૂર્ગભ જળ પાતાળમાં પહોંચી ગયા છે. જેના લીધે જીલ્લામાં મુખ્યત્વે પીવાના પાણીની તંગી શરૂ થઈ ગઈ છે.

જીલ્લામાં આવેલા મોટા ચેકડેમ સહીત નદી નાળામાં નવા જળ આવ્યા નથી. દરમ્યાન બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાને લીધે લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદનું ટીપુ પણ પડતુ નથી. દરમ્યાન ગુરૂવારે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું જેના લીધે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહીતના અન્ય વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટા પડ્યા હતા. જેના લીધે બપોર બાદ વાતાવરણમાં બાફ અને ઉકળાટ વધી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.

હવામાન વિભાગના જણાવાયા મુજબ ગુરૂવારે રાત્રે અને શુક્રવારે દિવસ દરમ્યાન જીલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે ત્યારે આમ જનતા પણ વરસાદ થાય તે માટે વિવિધ મંદિરોમાં તથા ગામડાઓમાં વરસાદ માટે યજ્ઞ કરીને વિનવણી કરવા લાગી ગયા છે. ગુરૂવારે હિંમતનગરમાં ગુરુત્તમ તાપમાન ૩૩ ડિગ્રી રહ્યું હતુ. -જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી રહ્યું છે.[:]