[:gj]સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ શાખના ચૂકવવા વિક્રમ માડમે નોટિસ આપી[:]

[:gj]ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જે કરી રહ્યા છે તે કામ હવે કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતાઓ કરવા લાગ્યા છે. આવી એક ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે.

ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ બદનક્ષીના ચૂકવી આપવા માટે કાયદાકીય પગલાં લીધા છે. વિક્રમ પોતે પોતાના પક્ષ કોંગે્રસ સામે પ્રચાર કરતાં હોવાનો વિડિયો બનાવનાર ઇ-ટીવી ચેનલના એન્કર સામે વિક્રમે રૂ.51 કરોડનો માનહાનીનો દાવો કર્યો છે. જે અંગે પત્રકારને નોટીસ ફટકારવામાં આવી છે. વિક્રમભાઇ માડમે પોતાના વકીલ મારફતે આપેલી નોટિસમાં તાકિદ કરી છે કે, એન્કર જાહેરમાં માફી માંગે અથવા 8 દિવસમાં રૂ.51માં કરોડનું માનહાની માટેનું વળતર ચુકવે.

ઇટીવી ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર જનક સુતરિયાએ થોડા સમય પહેલા યુ-ટયુબ પર વિડિયો અપલોડ કરી તેને વાયરલ કર્યો હતો. જેમાં જામનગર કોંગે્રસ જ કોંગે્રસને હરાવશે ? તેવું ટાઇટલ અપાયું હતું અને વિડિયોમાં વિક્રમભાઇ માડમ કોંગ્રેસ વિરૂદ્ધ પ્રચાર કરતાં હોવાનો દાવો કરાયો હતો જે અંગેના વિડિયો હોવાની વાત પણ આ યુ-ટયુબ વિડિયોમાં એન્કરે કરી હતી.

વધુ વિગતો મુજબ કોંગે્રસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ ચૂંટણીમાં કોંગ્રેસની વિરૂદ્ધ પ્રચાર કરતાં હોવાનો વિડિયો વાયરલ થતાં જ ચકચાર મચી જવા પામી હતી. આ પ્રકારના વિડિયોથી રાજકીય ભૂકંપ સર્જાયો હતો. વિક્રમભાઇ માડમ લાંબા સમયથી કોંગ્રેસની સાથે જ રહ્યાં છે. જામનગરની લોકસભા બેઠકનું મતદાન તાજેતરમાં પૂર્ણ થયું છે.[:]