સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ

નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે. અહીં ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાક 70 લેવાનું શરૂ કરવાના કારણે આ સ્થિતી ઊભી થઈ છે. આવું જ ખેડાના વિસ્તારમાં થયું છે. આમ સિંચાઈમાં વધું પાણી વાપરવાના કારણે રાજ્યમાં 4 લાખ હેક્ટર કરતાં વધું જમીન ખારી થઈ ગઈ છે. જેમાં હાલ માત્ર 6.6 લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઈ થાય છે ત્યારે આવી હાલત છે.

આ વખતે શેરડીનું વાવેતર ઘટ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળામાં 1,87.200 હેકટર જમીનમાં શેરડીનું વાવેતર થાય છે. તેની સામે આ વખતે 1,45,500 હેકટરમાં 78 ટકા જમીનમાં શેરડીનું વાવેતર થયું છે.

જમીન ઘટી રહી છે

ગુજરાતમાં કુલ 188.1 લાખ હેકટર જમીન પૈકી 96 લાખ હેક્ટર 51% જમીન ચોખ્ખા વાવેતર હેઠળ છે. જેમાં  સતત ધટાડો થતો જાય છે. રાજ્યમાં 13.8% જમીન ઉજ્જડ છે. 10.5%જમીન ખેડવાલાયક પડતર છે. 6.1% ખેતી ઉપયોગી છે. 9.9%માં વન આવેલા છે. 12.2 લાખ હેક્ટર વિસ્તારમાં ક્ષાર આવી ગયો છે. 1 લાખ હેક્ટર જમીન દરિયા કિનારે ખારી બની ગઈ છે.

4 લાખ હેક્ટર જમીન બંધની સિંચાઈનું વધારે પાણી આપવાથી નીચેનું ખારું પાણી ઉપર આવતાં સારી જમીન ખારી બનીને બિનઉપજાવ બની છે.

96 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં 30 ટકા વિસ્તાર જે લગભગ 30 લાખ હેક્ટરમાં પિયત થઈ શકે છે. 30 ટકા પૈકી 78 ટકા વિસ્તાર 23.4 લાખ હેક્ટર ખેતીની જમીન ભૂગર્ભ જળથી સિંચાઈ થાય છે. 6.6 લાખ હેક્ટર નહેરના પાણીથી સિંચાઈ થાય છે.

નર્મદા યોજના નિષ્ફળ

તેનો મતલબ એ પણ છે કે, નર્મદાથી 18 લાખ હેક્ટરમાં સિંચાઈ અત્યારે થવી જોઈતી હતી. જે વાસ્તવમાં 1.50 લાખથી વધારે થતી નથી. તેનો મતલબ કે સરદાર સરોવર સિંચાઈ યોજના સદંતર નિષ્ફળ રહી છે. ભાજપની 6 સરકારોની આ સૌથી મોટી નિષ્ફળતા માનવામાં આવી રહી છે. જ્યાં હવે રૂ.3 હજાર કરોડનું સરદાર પટેલનું પુતળું બનાવવામાં આવી રહ્યું છે. જે નર્મદા સિંચાઈ યોજનાની નિષ્ફળતા ઢાંકી દેશે.

ખાર જમીન

દરિયાકિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે બગડે છે. ખાર જમીન બનવામાં સુકી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તથા ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ‘ખાર જમીન’ આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખાર જમીન નવસાધ્ય કરી ખેતી હેઠળ લાવવાના પ્રયાસો થાય છે.

ખારી જમીનમાં ડાંગર થશે

ચીનના કૃષિ વૈજ્ઞાનિક યુઆન લોન્ગપિંગે હાઈબ્રિડ ચોખાના જનક છે જેણે ખારી જમીન કે ખારા પાણીમં થતી ડાંગરની નવી જાત પેદા કરી છે. ચીનની પાસે 10 લાખ ચોરસ કીમી વિસ્તાર છે જે દરીયાઈ વિસ્તારમાં હોવાથી બંજર પડેલો છે, એટલે કે ક્ષાર અને ખારા પાણીથી પ્રભાવિત હોવાના કારણે તે જમીન પર કંઈ ઉગતુ નથી. જ્યા આ ચોખા પેદા કરી શકાશે.