[:gj]સિંહે 20 મિનિટ સુધી ટ્રેન અટકાવી દીધી [:]

[:gj]અમરેલી-વેરાવળ વચ્‍ચે જંગલમાં મીટરગેજ રેલ્‍વે ટ્રેક પર જંગલના પ્રાણીઓ આવી ચઢે છે. સિંહ પણ ઘણી વખત રેલવે પર દેખાય છે. કેટલાંક કપાઈ મર્યા છે. પણ હવે ઉનાળાનીગરમથી માનવી, પશુ, પક્ષીઓ ગરમીથી પરેશાન છે. 3 સિંહો ગરમતી બચવા માટે છાયડો શોધતાં રેલવે ટ્રેક ઉપર બેસી ગયા હતા. રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલગાડીમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એ તેની મજા લીધી હતી અને સિંહની રાજાશાહીનો વિડિયો ઉતાર્યા હતા. પસાર થતી ટ્રેનનાં ચાલકે પોતાની ટ્રેન અટકાવી દેવી પડી હતી. 20 મિનીટ સુધી સિંહ રેલ્‍વે ટ્રેક ઉપર ટકી રહ્યાં હતા. પછી તેઓ ત્યાંથી ખસી ગયા હતા. રેલ્‍વે ટ્રેક અને ટ્રેનને વિડીયોમાં જોતા આ વેરાવળ-ધારી વચ્‍ચે જંગલ વિસ્‍તારમાં આ ઘટના બની હતી.[:]