[:gj]સિંહોના મોત માટે રાજકીય નેતાઓની હોટેલ જવાબદાર[:]

[:gj]છેલ્લાં બે વર્ષમાં જ 215 સિંહના મોત ગીરમાં થયા છે. તે માટે હોટેલ જવાબદાર હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જંગલની અંદર 550 હોટેલ ચાલી રહી છે. જેમાં માત્ર 15 હોટેલો પાસે જ પરવાના છે. બાકીની એક પણ હોટેલ પાસે પરવાના નથી. જે સિંહ દર્શન કરાવવા માટે ગંદુ માંસ આપતાં રહ્યાં છે. આ હોટેલમાંથી ઘણી ખરી ભાજપના નેતાઓની છે. પૂર્વ મુખ્ય પ્રધાનના સંબંધી અને ભાજપનો આર્થિક વ્યવહાર સંભાળતા ભાજપના અમદાવાદ ખાતેના એક નેતાની પણ તેમાં હોટેલ છે. જેઓ પોતાનો હોટેલનો ધંધો ચલાવવા માટે સિંહનો ગેરકારદે વેપાર કરી રહ્યાં છે.

વળી જંગલમાં ચંદનના વૃક્ષો પણ છે. સારી લાકડું પણ છે. તેથી જંગલની અંદર માલધારીઓને બહાર કાઢીને આ કિંમતી લાકડું કાપીને બહાર લઈ જવામાં આવ્યું છે. તે સિંહ માટે ખતરો બની ગયો છે. સારા વૃક્ષોનું નિકંદન કોઈ ન જોઈ જાય તે માટે માલધારીઓને બહાર કાઢી મૂકાયા છે અને ધાર્મિક સ્થાનો અંદર આવેલાં છે ત્યાં કોઈને જવાદેવાતાં નથી. આમ સિંહ અને કિંમતા લાકડાના નિકંદન માટે જંગલ વિભાગ પોતે જવાબદાર છે. તેઓ રાજકીય નેતાઓની હોટેલો સાચવી રહ્યાં છે અને અધિકારીઓ તેમને સાચવી લે છે. આમ સિંહના મોત માટે આવી હોટેલ વધું જવાબદાર છે. 21 સિંહોના મોત પાછળ વનવિભાગની બેદરકારી છે. એવું આસપાસના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં 215 સિંહોના આપમૃત્યુ થયા છે, તેનું કારણ ફક્ત વન તંત્રની બેદરકારી છે.[:]