[:gj]સુરતમાં 117 કરોડના બેંક લોન કૌભાંડમાં બોદરાની ચોંકાવનારી કહાની[:]

[:gj]

ત્રણ બેંકો સાથે 117 કરોડનું લોન કૌભાંડ પ્રકરણમાં ત્રણ વર્ષથી ફરાર જગદીશ બોદરા અને તેના ભાગીદાર પાસેથી પોલીસે ઘણી વિગતો મેળવી છે. રૂ.117 કરોડના આર્થિક વ્યવહારો અને ઇ-મેઇલ આઇડી દ્વારા પેઢીઓમાં થયેલા વ્યવહારની વિગતો મળી છે. બેંકમાં બોગસ લેટર પેડ અને રબર સ્ટેમ્પ રાજેશ વેકરીયા લાવ્યો હતો. લોનના પેપર્સ ઉપર જગદીશ બોદરાએ સહી કરી હતી તો પર્સનલ ગેરંટેટર તરીકે રાજેશ વેકરિયાએ સહી કરી હતી. જગદીશ કરમશી બોદરાને સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરીને અદાલતે રિમાન્ડ આપ્યા હતા. જેમાં આ વિગતો બહાર આવી છે.

ત્રણ બેંકો સાથે 117 કરોડનું લોન કૌભાંડ કરી ત્રણ વર્ષથી ફરાર જગદીશ બોદરા મૂળ ભાવનગરના ઉમરાળાના બજુડ ગામના વતની નિકળ્યો છે. આ ગામનો તે ખેડૂત છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીની ખેતી કરે છે. તેને રાતોરાત ધનવાન થવું હતું.

આયાત નિકાસનો ધંધો કરતાં અને સુરતના રહેવાસી જગદીશ કરમશી બોદરાએ વર્ષ 2008માં 4 ભાગીદારો સાથે ફૂલપાડા એ. કે. રોડ ઉપર આર.જે સ્કેવર લીંક નામની કંપની શરૂ કરી હતી. પોતાની રાજ ઇન્ટરનેશનલ કંપનીના વિકાસ માટે યાર્નની પેઢીના ભાગીદારોની જાણ બહાર પેઢીની મિલકતોને ગેરેન્ટીમાં મુકી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ.64.50 કરોડ, બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ.18.29 કરોડ અને બેંક ઓફ બરોડા પાસેથી રૂ.38.60 કરોડ મળી રૂ.117 કરોડની લોન લીધી હતી.

લોન લઈને જગદીશ બોદરા ભૂગર્ભમાં ઉતરીને 3 વર્ષ સુધી ગાયબ થઈ ગયો હતો. લોનની ભરપાઈ કરી ન હતી. બેંકોએ નોટિસ આપતાં આર. જે. સ્કવેર કંપનીના ડિરેક્ટર જયેશ ધીરજ મિસ્ત્રીએ જગદીશ બોદરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બેંકના કેટલાક કર્મચારીઓની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં બેંક દ્વારા કોઈ પગલાં હજુ લેવાયા નથી. બેંકના બોગસ દસ્તાવેજો ,લેટરપેડ, રિઝોલ્યુએશન તથા ઈમેઈલ એડ્રેશ અને બેંકના સીલ અંગેના સિક્કા મળી આવ્યા હતા. લોનના નાણાં વિદેશમાં મની લોન્ડરીંગ કે ગોલ્ડના સ્વરૃપે રોકાણ કર્યા હોવાની શંકા છે

એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો કરતો હતો. જેમણે રાજ ઇન્ટરનેશનલના નામે રૂ.117 કરોડની લોન લીધી હતી. ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. બોગસ દસ્તાવેજો આર.જે સ્કેવરલીંગના ડિરેકટર જયેશ મિસ્ત્રીની કંપનીના હતા. જયેશ મિસ્ત્રીએ 2016માં કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે જગદીશ બોદરા સામે ચીટીંગનો ગુનો નોંધાયો હતો. ફોરેન બીલમાં ડિસ્કાઉન્ટના નામે લોન લઈને બોગસ દસ્તાવેજો બનાવી 117 કરોડોની ચીટીંગ કરી હતી. જેની ધરપકડ 23 નવેમ્બર 2019માં થઈ હતી,

ત્યાર બાદ બોદરાના ભાગીદાર રાજેશ વેકરિયાની ધરપકડ કરી હતી. મૂળ અમરેલીના  સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામના વતની અને શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા રાજેશ વેકરિયા અને બોદરાએ  આર.જે. સ્કવેર અને રાજ ઇન્ટરનેશનલ કંપનીના બોગસ ઠરાવ બેંકમાં રજૂ કરી ઠગાઇ કરી હતી.[:]