[:gj]સુરત શહેરમાં ૮ પુલ માટે રૂ.38 કરોડ, પુલોનું શહેર [:]

[:gj]સુરત શહેરમાં 8ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાના કામો માટે આ વર્ષે 39 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરમાં 10 ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટે મહાપાલિકાએ રૂ. ૭૧૩ કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી.
સુરતમાં નવા ૮ ફલાય ઓવર બ્રીજ, રેલ્વે અંડરબ્રીજના કામો માટેના કુલ ૩૯૦ કરોડના પ્રોજેકટ પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૯ કરોડની રકમ મહાપાલિકાને ફાળવવાની અનૂમતિ આપી છે.
સુરત મહાનગરમાં જે આઠ ફલાય ઓવર અને રેલ્વે અંડરબ્રીજ નિર્માણ થશે તેમાં

સાઉથ ઇસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સાંઇબાબા મંદીર પાસે ઉધના સ્ટેશન અને ચલથાણ વચ્ચે લીંબાયત-નવાગામ ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડરપાસ,

સાઉથ ઇસ્ટ લીબાયત ઝોન વિસ્તારમાં ડીંડોલી માનસરોવર પાસે રેલ્વે ઓવરબ્રીજ,

અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રિભકો લાઇન એલ.સી. નંબર ૦૫ ઉપર રેલ્વે ઓવરબ્રીજ,

સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં ખરવરનગર જંકશનથી આજણા તરફ જતા કેનાલ વાળા રસ્તા પર ભાઠેના જંકશન પર ફલાય ઓવરબ્રીજ,

સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં આજણા કેનાલ વાળા રસ્તા ઉપર મોડલ ટાઉન સર્કલ જંકશન પર અંડરપાસ-ફલાય ઓવરબ્રીજ,

સાઉથ ઇસ્ટ ઝોન લીંબાયતમાં ડ્રાફટ ટીપી ૬૨ ડીંડોલી,

ભેંસ્તાન, ભેદવાડમાં ડીંડોલી ખરવાસા રોડ અને મીડલ રીંગ રોડ જંકશન સાંઇ પોઇન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફલાય ઓવરબ્રીજ તથા

સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં ઘોડદોડ રોડ જંકશન પર અંડરબ્રીજ અને

સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં બેડલાઇનર જંકશન પર અંડરબ્રીજનો સમાવેશ થાય છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ૨૦૧૯-૨૦ના બજેટમાં સુરત શહેર માટે ૧૦ ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે જે પૈકી ૮ ફલાય ઓવરબ્રીજ, અંડરબ્રીજના કામો માટે SMCને આ વર્ષે રૂ. ૩૯ કરોડ રાજ્ય સરકાર ફાળવશે.

2016માં 100 પુલ પૂરા થયા

મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઇ છે. એક જ શહેરમાં ૧૦૦ પુલ હોય તેવું સુરત રાજ્યનું પહેલું શહેર છે. અમદાવાદ કે વડોદરા જેવા મહાનગરોમાં પણ ૧૦૦ બ્રિજ નથી.

સુરતમાં રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, રેલવે ઓવર બ્રિજ અને ખાડી બ્રિજની કુલ સંખ્યા ૧૦૦ને પાર કરી ગઇ છે. ૧૦૦ બ્રિજ પાછળ પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. ૧૩૦૨ કરોડનો ખર્ચ કર્યો છે.

શહેરમાં અત્યારે ૧૦ રિવર બ્રિજ, ૫૮ ખાડી બ્રિજ, ૨૩ ફ્લાય ઓવર બ્રિજ, આઠ રેલવે ઓવર બ્રિજ અને એક સબ વેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 2016માં અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૫ બ્રિજના કામો ચાલી રહ્યા હતા. આ પ્રોજેકટ પૂરાં થતા સુરતમાં પુલોની સંખ્યા ૧૧૫ પર પહોંચશે. અત્યારે રૂ.૭૮૮ કરોડના ખર્ચે ૧૫ પુલનું નિર્માણ થઇ રહ્યું છે. સુરત મહાનગરપાલકાએ તૈયાર કરેલા તાપી નદી પરના 10 પુલ પાછળ કુલ રૂ. ૩૫૧ કરોડનો ખર્ચ થયો છે.

જિલાની બ્રિજ શહેરમાં તાપી નદીના પટમાં સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજની કુલ લંબાઇ 2999 મીટર હોવાના કારણે શહેરનો સૌથી લાંબો બ્રિજ છે.

સરેરાશ જોતાં શહેરના દર 3 કિલોમીટરે એક બ્રિજ છે. દેશની વાત કરીએ તો હાલમાં કલકત્તામાં સૌથી વધારે બ્રિજ છે પરંતુ તેનો વિસ્તાર સુરત કરતા બમણો છે.

દેશમાં સૌથી વધુ બ્રિજ મુંબઇ અને કોલકત્તા જેવા શહેરોમાં હોવાનું અનુમાન છે. મુંબઇમાંથી પસાર થતા વેસ્ટર્ન હાઇવે પર 50થી વધુ ફ્લાય ઓવર બ્રિજ અને દરેક પરા વિસ્તારમાં બે રેલવે ઓવર બ્રિજને કારણે દેશમાં સૌથી વધુ પુલો મુંબઇ શહેરમાં છે. આમ છતાં મુંબઇ કરતા સુરતની સિદ્ધિ અનેક ગણી મોટી છે. મુંબઇની વસતિ અને વિસ્તાર સુરત કરતા પાંચ ગણો વધારે છે. ૩૩૬ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં સુરતે 103 પુલ બનાવ્યા છે જ્યારે બૃહદ મુંબઇ મહાનગરપાલિકાનો વિસ્તાર 603 સ્કવેર કિલોમીટર છે, પરંતુ આસપાસના વિસ્તારોને સમાવીને બનાવવામાં આવેલા મુંબઇ મેટ્રોપોલિટન રિજીયનનો કુલ વિસ્તાર 4355 સ્કવેર કિલોમીટર છે. આમ મુંબઇની સરખામણીમાં સુરતનું ક્ષેત્રફળ અને વસતિ ઓછી હોવા છતાં 103 પુલ બનાવવામાં આવ્યા છે.[:]