[:gj]સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવા માટે જયપુરથી બે ટીમો બોલાવવી પડી[:]

[:gj]સુરેન્દ્રનગર,તા.23

સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ધણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા સમક્ષ નગરજનો દ્વારા વાંરવાર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યા એટલી બધી જટીલ બની ગઇ છેકે ઢોરો રસ્તો રોકીને જ ઉભા રહે છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને હલ કરવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાએ રાજસ્થાનનો સહકાર લીધો છે.  સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોને પકડવા માટે જયપુરની બે ટીમ હાઇડ્રોલિક વાહનો સાથે કામે લાગી છે.સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ રોડ ઉપર રખડતાં ભટકતાં પશુઓના કારણે રાહદારી અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર દ્વારા અત્યાધુનિક ઉપકરણો કામે લગાવવામાં આવ્યાં છે.  આવા રખડતા પશુઓ ને પકડવા  શહેરીજની રાવ ઉઠતા સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા જયપુર ની ટીમને સુરેન્દ્રનગરમાં ઉતારી છે, નગરપાલિકાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ટીમ દ્વારા પહેલાં દિવસે જ શહેરના વિવિધ રસ્તા ઉપરથી પોલીસ બંદોબસ્ત સાથે ૨પ  જેટલા રખડતા ઢોર  પકડવાની કાર્યવાહી કરી હતી, તેમજ પ્રથમ દીવસે રખડતાં ઢોરને  પકડાવામા આવ્યા હતા અને ઢોરડબ્બામમાં  મોકલી આપવામાં આવ્યાં હતાં. જયપુરથી આવેવલી  આ ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત ચાલુ જ રહેશે. રખડતા ઢોરના ત્રાસને કારણે હેરાન પરેશાન થયેલા નગરજનોએ  આ કામગીરી ને લોકોએ આવકારી હતી. તેમજ આ સમસ્યાનો જડમળથી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી.[:]