[:gj]સુરેન્દ્રનગર પાલિકાએ 19 લાખની કચરાપેટીઓ મુકી રાખતા કોંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શન[:]

[:gj]વઢવાણ તા.25

સુરેન્દ્રનગર સ્વચ્છ બનેતે માટે રાજય સરકાર દ્વારા અડધા કરોડથી પણ વધારેની કચરા ટોપલી નગરપાલીકાને આપવામાં આવી હતી અને નગરપાલીકાએ આ સુરેન્દ્રનગરની જનતાને આપવાને બદલે ટોપલી બન્ધ રૂમમાં પેક કરી મૂકી દીધી હતી. આજે આ બાબતની સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકરોને જાણ થતા કોંગી કાર્યકરોએ નગરપાલિકાએ જઇને આ બન્ધ રૂમના તાળા તોડીને આ ટોપલીઓ લોકોને વિતરણ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. કોંગી કાર્યકર અલ્પેશ ગાબુએ નગરપાલિકાના કચરા ટોપલી પડી હતી તે રુમના તાળા તોડયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બાબતે નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર એ ડીવીઝન ખાતે ફરીયાદ નોંધવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. કોંગી કાર્યકર કમલેશ કોટેચા, અલ્પેશ ગાબુ, રોહિત પટેલ, હેપ્પી અને વિવિધ કોંગી સભ્યો સામે સીટીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.[:]