[:gj]સુવિધાઓ આપવામાં ઉણા ઉતરેલા તંત્ર સામે સુરેન્દ્રનગરવાસીઓએ બંધ પાડી રોષ ઠાલવ્યો [:]

[:gj]સુરેન્દ્રનગર,તા.19   બિસ્માર માર્ગો અને ટ્રાફીક સમસ્યા તેમજ રખડતા  ઢોર ઉપરાંત હેલ્મેટના કાયદા સહીતની ઢગલેબંધ સમસ્યાને લઇને  સુરેન્દ્રનગર શહેરે બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા બિન રાજકીય રીતે બંધનું એલાન  આપવામાં આવ્યું હતુ.તમામ વિસ્તાર સવારથી  જડબેસલાક બંધ રહ્યા  હતાં. સુરેન્દ્રનગર-દૂધેરજ સંયુકત નગરપાલિકા સત્તાધીશો દ્વારા આમ જનતાને પ્રાથમિક સુવિધારૂપે રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે. પરિણામે વાહનચાલકો, રાહદારીઓ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ગૃહિણી અને કારીગર વર્ગને અનેક મુશ્કેલીઓનો પડી રહી છે.સુરેન્દ્રનગરખે ખાડાનગર તરીકે ગણાવી રહ્યા છે. તેમજ વર્ષોથી ધીમી ગતિને ઓવરબ્રીજનું ચાલી રહેલા કામને કારણે ટ્રાફિક જામના અનેક વખત દ્રશ્યો સર્જાય છે.  જેથી તેનું કામકાજ ઝડપી બનાવાય તેવી માંગણી થઇ રહી છે. સ્થાનિક તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉણુ ઉતરી રહ્યું હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ થઇ રહ્યો છે. સુરેન્દ્રગરના લોકોએ પણ બંધ પાડીને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.[:]