[:gj]સોનલ સોલંકી માટે ધારાસભ્ય અને પ્રમુખ માટે વલસાડ ભાજપમાં યુદ્ધ[:]

[:gj]વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ કનુ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે ચાલુ થયેલું રાજકીય યુદ્ધ આજે પણ ચાલુ છે. પ્રદેશના નેતાઓ તેને શાંત કરી શક્યા નથી. વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ માટે સોનલ સોલંકીના નામની દરખાસ્ત સામે ભાજપના ધારાસભ્ય વિરોધ કરી રહ્યાં છે. જ્યારે ભાજપના પ્રમુખ સોનલ સોલંકી માટે મક્કમ છે. સોનલ સોલંકી માટેનું આ યુદ્ધ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહ્યું છે. વલસાડ તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ભરત પટેલના નજીકના એવા પ્રવીણ પટેલને સાફ કરી દેવામાં આવતાં ભાજપની જુથબંધી વકરી છે. વલસાડની ડીંપીંગ સાઈટ માટે પણ આ બન્ને નેતાઓ વચ્ચે ગજગ્રહ સર્જાયો હતો. પાનેરા મંદિરનું ઉદઘાટન પણ ભાજપના આંતરિક ડખાના કારણે બે વખત થયું છે. એક વખત ભાજપના પ્રમુખ કનુ દેસાઈએ કર્યું હતું, તેના જાણ થતાં ધારાસભ્ય ભરત પટેલે તેનું જ ઉગઘાટન બીજી વખત કરાયું હતું. આમ વલસાડમાં ભાજપના બે મજબૂત જૂથ ટકરાઈ રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણીથી ડખા ચાલુ થયા

18 નવેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી ત્યારે વલસાડની બેઠક પરથી પ્રબળ દાવેદારને ટિકિટ નહીં મળતા ભાજપના જ કેટલાક કાર્યકરો એ ફટાકડાં ફોડી ખુશી વ્યક્ત કરી હતી. ચાલુ ધારાસભ્ય ભરત પટેલ સાથે વલસાડ નગર પાલિકા પ્રમુખ સોનલ સોલંકી સહિત અનેક અગ્રણીઓ ટિકિટના દાવેદારો હતા. ધારાસભ્ય ભરત પટેલને ટિકિટ આપી હોવાથી ટિકિટના દાવેદાર એવા પાલિકા પ્રમુખ સોનલ સોલંકીને ટિકિટ નહીં મળતા વલસાડ ભાજપના કેટલાક કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. ત્યારથી વલસાડમાં જૂથવાદ શરૂ થયો હતો.

કોળી પ્રમુખનો ભાજપમાં બળવો

વલસાડ ભાજપ માંથી દાવેદારી નોંધાવનાર નાગરપાલિકા ના અપક્ષ સભ્ય કોળી આગેવાન ઉજેશ ઈશ્વર પટેલને ટિકિટ ન મળતાં તેમણે બળવો કર્યો હતો. તેઓએ એન.સી.પી ના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. વલસાડમાં કોળી સેનાના પ્રમુખ અને પાલિકાના અપક્ષ કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવેલા ઉજેશ પટેલ ભાજપના સક્રિય કાર્યકર હતા. તેઓ છેલ્લી બે ટર્મથી વિધાનસભામાં ઉમેદવારી માટે ટિકિટની માંગણી પણ કરી રહ્યા હતા. જેમને બીજા વર્ષે પણ ટિકિટ નહીં મળતાં ભાજપ સામે બળવો કર્યો હતો અને એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પછી તેઓ ભાજપમાં બેસી ગયા હતા જે અંગે ભાજપમાં આજે પણ વિરોધ જોવા મળે છે.

ડો.કે. સી. પટેલની હની ટ્રેપનો આજે પણ વિવાદ

ગુજરાતના વલસાડના સાંસદ ડો.કે.સી. પટેલ હની ટ્રેપ કેસમાં ફસાયા હતા. કે.સી. પટેલ સહિત 20 સાંસદો અને ઘણા IASને મહિલા આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. કે. સી. પટેલ એક મહિલાના ઘરે ગયા હતા. જ્યાં તેનો સેક્સનો વિડિયો ઉતારવામાં આવ્યો હતો. પીડિતાએ સાંસદ ડો.કે.સી. પટેલ સામે ફરિયાદ નોંધાવવા માટે દિલ્હી પોલીસના ચક્કર લગાવતી રહી હતી. આખરે મહિલાએ કોર્ટમાં જઇને સાંસદ ડો.કે.સી. પટેલ સામે ગુનો નોંધાવ્યો હતો. 25 રાજકાણીઓએ આ મહિલાનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરાખંડના મંત્રી હીરકસિંહ રાવત અને સાંસદ શડીલાલ બત્રા પણ હની ટ્રેપમાં આવી ગયા હતા. વલસાડ ડાંગના સાંસદ ડો. કે. સી. પટેલ ઉપર ગાઝિયાબાદની મહિલા વકીલે દુષ્કર્મનો આરોપ મુકતી ફરિયાદ દિલ્હી પોલીસમાં કરી હતી. જોકે, મહિલાએ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ સાંસદ અચાનક હરકતમાં આવીને મહિલા સામે જ ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાવતા દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાની મંગળવારે ધરપકડ કરી હતી. જોકે, આ બધા ઘટનાક્રમ બાદ લોકોના મનમાં સવાલો ઊભા થઇ રહ્યા છે કે, જો સાંસદ પોતે હની ટ્રેપનો શિકાર બન્યા હોવાનું જાણતા હતા તો તેમણે મહિલાએ ફરિયાદ કરવા પૂર્વે પોતાની ફરિયાદ પોલીસમાં કેમ ન કરી. જે આજે પણ ભાજપને મઉશ્કેલીમાં મૂકે છે. જૂથવાદનું આ પણ એક કારણ છે.

કોંગ્રેસના લાવો ભાજપમાં – સાંસદ

6 નવેમ્બર 2014માં વલસાડશહેર અને તાલુકા ભાજપ કાર્યકર સંગઠન પર્વમાં કોંગ્રેસનાં કાર્યકરોને ભાજપમાં પક્ષાંતર કરાવવાનો સામૂહિક નિર્ણય લેવાયો હતો. વલસાડનાં સાંસદ કે સી પટેલે કહ્યું કે વલસાડ જિલ્લાને  કોંગ્રેસમુકત બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લાવવામાં આવશે. આ અંગે આજે પણ પક્ષમાં ભારે કચવાટ જોવા મળે છે.

કોંગ્રાસીકરણ સામે માજી ધારાસભ્યનો વિરોધ

ભાજપમાં કોંગ્રેસનાં કાર્યકરોનો સમાવેશ કરવા તેમની સભ્ય તરીકે નોંધણી સામે માજી ધારાસભ્ય દોલતભાઇ દેસાઇએ વિરોધ કર્યો હતો. જો કે, દોલતભાઈ દેસાઈ પોતે બિન ભાજપી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, કોંગ્રેસનાં કાર્યકર કે હોદ્દેદારોને પક્ષાંતર કરાવીને ભાજપમાં લેવામાં આવશે તો પાર્ટીને કંઇ મળવાનું નથી. કોંગ્રેસવાળાને લેશો તો પાર્ટીમાં ડખો ઊભો થશે. લોકસભાની ચૂંટણીમાં વલસાડ તાલુકામાં 70 હજારની લીડ અને સંસદીય મતવિસ્તારમાં 2.08 લાખની લીડ લોકોએ આપી હતી હવે કેટલી લીડ જોઇએ છે, તમારે. બંધ કરો આ બધું.

વિધાનસભા આસપાસ ઘણું નુકસાન

વલસાડની આસપાસ બનેલી ઘટનાનો આંચકો વલસાડમાં પણ લાગે છે. માંડવીમાં ભાજપના બળવાખોર કુંવરજી હળપતિ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા હોવાથી ભાજપને હળપતિ સમાજના મત ગુમાવવાનો ભય ઊભો થયો છે. ગણદેવી બેઠક ઉપર પૂર્વ પ્રધાન અને પૂર્વ સાંસદ, પૂર્વ વન પ્રધાન કાનજી પટેલના પુત્ર સુનિલ પટેલે ભાજપ છોડી ને અપક્ષ તરીકે ચૂંટણી લડી હોવાથી પક્ષને ખોટ પડે છે અને ભાજપના કોળી મતો તૂટી રહ્યા છે.

વલસાડ જિલ્લાની વલસાડ અને ઉમરગામ બેઠકો ઉપર પણ બળવાખોરીના કારણે ભાજપને વિધાનસભામાં મોટું નુકસાન થયું હતું. વલસાડમાં ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર ચેતન પટેલે બગાવત કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉમરગામમાં ચાર ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના રમણ પાટકર સામે વિરોધ છે. ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની માગણી કરતાં હતા એમ છતાં પક્ષે વિરોધ ધ્યાને નહીં લેતાં ગઈ વખતના બળવાખોર દીપક ચોપડિયા જેમણે 2012માં 24,208 મતો તોડયા હતા, તેમને ભાજપના અસંતુષ્ટોએ સમર્થન જાહેર કરી દીધું હતું. પરિણામે અહીં ત્રિપાંખિયો જંગ સર્જાયો હતો.[:]