[:gj]સોનાના ભાવો વધતા ગુજરાતમાં 8 લાખ કારીગરો બેકાર, નિકાસ ઘટી [:]

[:gj]કેન્દ્ર સરકારના આશીર્વાદસમાન મંદીના માર નીચે દિવાળીના સમયે પણ સોના-ચાંદી અને ડાયમંડના કારીગરો નવરાધૂપ બેઠા છે. જેના કારણે અમદાવાદ જ્વેલર્સ અને સોના-ચાંદી અને ડાયમંડના લાખો કારીગરોને મોટી અસર થઈ છે. સોનાના સતત વધતા જતા ભાવના કારણે ઘરાકીમાં ભારે ઘટાડો નોંધાયો છે. દિવાળીના દિવસો દરમિયાન મંદી અને બેકારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગુજરાતમાં સોના, ચાંદી, હીરા, જવેરાતના ધંધા ખતમ થઈ રહ્યા છે અને 8 લાખ લોકો બેકારીનો સામનો કરી રહ્યાં છે.

ટ્રેડવૉર અને બેન્ક્સ ખરીદીના કારણે સોનાના ભાવમાં વધારો

આ સમયમાં જૂના દાગીના વેચી નવા દાગીના ખરીદનારા લોકોએ પોતાનો નિર્ણય બદલવો જોઈએ, કારણ કે અમેરિકા દ્વારા ચાલી રહેલી ટ્રેડવૉર અને દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્ક્સ દ્વારા મોટા પ્રમાણમાં સોનાની ખરીદી હાલમાં સોનાના ભાવ ઊંચા જઈ રહ્યા છે. આંકડા જોવા જઈએ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સરવૅ મુજબ આવી બેન્ક્સ દ્વારા કુલ ૩૭૫ ટન જેટલું સોનું છ મહિનામાં ખરીદવામાં આવ્યું છે. આ ઊંચા જતા ભાવ ભવિષ્યમાં નીચા જવાના પૂરા અણસાર જોવાઈ રહ્યા છે. જો કે આ ભાવઘટાડો નજીકના સમયમાં સંભવ થતો દેખાતો નથી. આ કારણોથી હાલમાં રાજ્યમાં સોનાની ખરીદી માટે કોઈ રાજી નથી. આ સંજોગોમાં વેપારીઓ દ્વારા થતું રોકાણ વધી રહ્યું છે અને બજારમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

આ અંગે જ્વેલર્સ એસોસિયેશન ઓફ અમદાવાદના પ્રમુખ માને છે કે, ‘હાલના તબક્કે આ સ્થિતિના કારણે રાજ્યના આશરે આઠ લાખ કારીગરો બેકાર બની ગયા છે. આ કારીગરોમાં ખાસ રાજસ્થાની, ચાંદીના કાર્વિંગના જગન્નાથપુરી-ઓરિસ્સાના કારીગરો અને સોના-મીના અને રોડિયમના બંગાળી કારીગરો સાથે ગુજરાતના કારીગરો પણ બેકાર બન્યા છે.’

સોનામાં ફુગાવાના પગલે આયાત-નિકાસમાં પણ ઘટાડો

વૈશ્વિક અને સ્થાનિક કારણોસર સોનાના ભાવમાં ટૂંક સમયમાં જ 36 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે લાંબા ગાળાના ભાવમાં 12 ટકાના વધારાના ફુગાવાના કારણે આ વખતે ઝવેરી બજારની દિવાળી બગડી છે. દરવર્ષે પુષ્યનક્ષત્રમાં સોનાની મોટાપાયે ખરીદી થતી હોય છે, જો કે આ વખતે પુષ્યનક્ષત્રમાં મોટી ખરીદીના કોઈ અણસાર જણાતા નથી. આ ઉપરાંત ગુજરાતમાંથી દરવર્ષે લગભગ ૬૦ ટકા જેટલા દાગીનાની અમેરિકા સહિતના દેશોમાં નિકાસ થતી હોય છે, જેમાં પણ આ વર્ષે મંદીની અને ઊંચા ભાવની અસર નડી ગઈ છે. આ કારણોથી નિકાસ માત્ર પંદર ટકા જેટલી જ નોંધાઈ છે. જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ – જીજેઈપીસીના આંકડા મુજબ એપ્રિલથી ઓગસ્ટ સુધીના છ મહિનાના સમયમાં ભારતમાંથી રત્ન અને આભૂષણોની કુલ નિકાસ 7 ટકા ઘટીને 12.4 અબજ ડોલર રહી છે, જ્યારે ગયાવર્ષે આ જ સમયમાં દેશમાંથી 13.4 અબજ ડોલરના મૂલ્યની જેમ્સ-જ્વેલરીની નિકાસ કરવામાં આવી હતી. જીજેઈપીસીના આંકડા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં રફ ડાયમંડની કુલ આયાત વાર્ષિક તુલનાએ 25 ટકા ઘટીને 5.4 અબજ ડોલર અને સોનાની લગડીની આયાત 6.7 ટકા ઘટીને 3.4 અબજ ડોલરની રહી છે.

આ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. ગુજરાતમાં પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સફળ નથી.

અમદાવાદમાં સોના ચાંદીના આઠ હજાર શો રૂમ્સ

અમદાવાદમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો માત્ર અમદાવાદમાં જ સોના-ચાંદીના આઠ હજાર જેટલા શૉરૂમ્સ આવેલા છે, જેમાંથી મોટાભાગના શૉરૂમ પશ્ચિમ અમદાવાદમાં અને મણિનગરમાં આવેલા છે. સરકાર દ્વારા સોનાની ખરીદી પરના નિયમોને બદલવાની તૈયારી કરી લીધી છે, જેનાથી જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર વિપરીત અસર થવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થવાનો છે. સરકારના આ નિર્ણયના પગલે દેશભરમાં સોનાના દાગીના પર હોલમાર્ક જરૂરી થશે, જે અંગે વાણિજ્ય મંત્રાલય દ્વારા મંજૂરી અપાઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે પણ આ અંગે ડબ્લ્યૂટીઓની મંજૂરી લેવાશે. જો કે ડબ્લ્યૂટીઓમાં આ અંગે થોડી ટેકનિકલ સમસ્યા છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ લવાશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિદેશમાં ફરે છે અને ગુજરાતની મંદીના ઉપાયો તેઓ શોધી શકતા નથી.

હોલમાર્કિંગથી ગ્રાહકોને થશે ફાયદો

ભારત હાલમાં દરવર્ષે 800 ટન જેટલા સોનાની આયાત કરે છે, જેમાંથી માત્ર 40 ટકા ઘરેણાંનું જ હોલમાર્કિંગ કરવામાં આવે છે. હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવતાં ગ્રાહકોને મોટો ફાયદો થશે, પરંતુ સોનાનાં ઘરેણાં વેચતા લોકો ઓછા કેરેટનું સોનું ગ્રાહકોને પધરાવી નહીં શકે. હોલમાર્કિંગ માટે સોનાના વેપારીઓને જરૂરી લાઈસન્સ પણ લેવું પડશે.

રોજગારી સર્જનમાં 15 ટકા યોગદાન આપનારુા જેમ્સ-જ્વેલરી ક્ષેત્ર મંદીમાં

સોના-ચાંદી બજારમાં મંદીના મારની સાથે રંગીન કીમતી રત્ન-પથ્થર, કટ-પોશિલ્ડ ડાયમંડની નિકાસમાં પણ ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રંગીન પથ્થર અને રત્નોની કુલ નિકાસ અનુક્રમે 10.5 અને 19 ટકા ઘટી છે. જો કે ગોલ્ડ મેડેલિયન્સ અને સોનાના સિક્કા અને ચાંદીના દાગીનામાં અનુક્રમે 89.4 ટકા અને 83 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ભારતના મુખ્ય નિકાસકારો અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન છે, જેમાંથી માત્ર અમેરિકામાં જ 25 ટકા જેટલી નિકાસ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકારની આ મોટી નિષ્ફળતા છે.

સોનાની લગડી-રફ ડાયમંડની આયાતમાં ઘટાડો

જીજેઈપીસીના આંકડા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં રફ ડાયમંડની કુલ આયાત વાર્ષિક તુલનાએ 25 ટકા ઘટીને 5.4 અબજ ડોલર અને સોનાની લગડીની આયાત 6.7 ટકા ઘટીને 3.4 અબજ ડોલરની રહી છે.

સપ્ટેમ્બરમાં જેમ્સ-જ્વેલરીની નિકાસ 6 ટકા ઘટી

સપ્ટેમ્બર મહિનામાં દેશમાંથી જેમ્સ-જ્વેલરીની કુલ નિકાસ 6 ટકા ઘટીને 3.34 અબજ ડોલર થઈ છે, જે ગયાવર્ષે આ જ સમયમાં 3.56 અબજ ડોલર થઈ હતી. જેને ભારતીય ચલણ સાથે મૂલવતાં રત્ન અને આભૂષણોનું કુલ નિકાસમૂલ્ય 7 ટકા ઘટીને રૂ.23788 કરોડ રહ્યું છે, જે ગયા વર્ષે રૂ.25699 કરોડ હતી, એટલે કે નિકાસમૂલ્યમાં 1911 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.[:]