[:gj]સોમનાથના દર્શન કર્યા બાદ અમદાવાદમાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ[:]

[:gj]કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ 22મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત આવવાના છે. અને આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. ત્યારે રાજ્ય સરકારે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 22મી ઓક્ટોબરે જન્મદિવસ છે. આ દિવસે તેઓ ગુજરાતના પ્રવાસે આવશે અને સોમનાથ મંદિરની મુલાકાત લઈને પૂજા કરશે. અમિત શાહ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે. અમિત શાહની આ મુલાકાતને લઈને રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. જેમાં મા અમૃતમ યોજના વિધવા પેન્શન યોજના અને વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગો સહિતની અનેક યોજનાઓનો 10 હજારથી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડ થેલીઓનું વિતરણ પણ તેમના હાથે કરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ દ્વારા પણ રાષ્ટ્રી પ્રમુખ અને કેન્દ્રીય ગૃહપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ આ ઉપરાંત એડીસી બેન્કની 200મી બ્રાન્ચનું પણ ઉદઘાટન કરશે. અને શહેરના ગોતા નજીક વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરશે.[:]