[:gj]સોમનાથ ટ્રસ્ટની કિંમતી જમીન પર ભૂમાફીયાઓનો કબ્જો કરવાનો પ્રયાસ[:]

[:gj]

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ બાર જયોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની હજ્જારો વિઘા જમીનો આવેલી છે. જેમાં ભીડીયામાં કોઈ ભૂમાફીયાઓ દ્વારા આ પડતર જમીન પર કબ્જો કરવાના ઈરાદા સાથે ચૂનાથી પ્લોટો પણ પાડવામાં આવ્યા હતા. જેની જાણ સોમનાથ ટ્રસ્ટને થતાં તાત્કાલિક ધોરણે સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ આ જગ્યા પર દોડી આવ્યા હતા અને આ કબ્જો કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે અને આ જગ્યા પર નોટીસ બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટની હજ્જારો વીઘા જમીન જે જીઆઇડીસી સામેના ભાગે પણ દરીયા કિનારા પર સોમનાથ મંદિર ટ્રસ્ટ ની જગ્યાઓ પર ભંગારના ડેલાનો કબ્જો જોવા મળી રહ્યો છે અને દરેક પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાની અગાઉ અનેકવાર ફરિયાદો તેમ જ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ ટ્રસ્ટ દ્વારા કોઈ પગલાં ભરાતા નહોતાં. દરમિયાનમાં આ મોકાની જમીન ઉપર કેટલાંક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પ્લોટ પાડવામાં આવ્યાં હોવાનું માલુમ પડતાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત પદાધિકારીઓ દોડતા થયાં હતાં. અને જે સ્થળે ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો તે સ્થળે તપાસ કરીને તાત્કાલિક ધોરણે નોટિસ બોર્ડ લગાવીને કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત જે તે ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ટ્રસ્ટનાં આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ જમીન મોકાની હોવાનાં કારણે તેને ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો કારસો કરવામાં આવ્યો છે. અને આ બધાની પાછળ ગીર સોમનાથનાં નામી બિલ્ડર અને રાજકીય નેતાઓ સંડોવાયેલા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન જે સોમનાથ ટ્રસ્ટની છે તે ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વગેરે ટ્રસ્ટી છે.

[:]